જામનગરની સાધના કોલોનીમાં ઈમારત ધરાસાયી, ત્રણ લોકોના મોત
જામનગરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઈમારત ધરાસાયી થતા 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, જામનગર શહેરની સાધના કોલોનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. અહીં ત્રણ માળની એક ઈમારત અચાનક ધરાસાઈ થઈ જતા 3 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય 5 લોકોને ઈજા થઈ છે.

અહેવાલો અનુસાર, હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ ઈમારતના કાટમાળમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.
ઘટનાને લઈને ફાયર બ્રિગેડ સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
સાધના કોલોની વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકા સાથે તુટી પડી હતી. સ્થાનિકો અનુસાર, આ ઈમારત 30 વર્ષ જુની હતી. આ ઈમારતમાં ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયાં છે. લોકો રહેતા હોવાથી મોટી જાનહાનિ સર્જાઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
