ઓમિક્રોનના ખતરા વચ્ચે જામનગરમાં વિદેશથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટીવ!
કોરોનાની શરૂઆત બાદ ફરી એક વખત દુનિયામાં ખલબલીનો માહોલ છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની પૃષ્ટિ થયા બાદ હવે ફરી એક વખત દુનિયાના વિવિધ દેશ પોતાના દરવાજા બંધ કરી રહ્યાં છે.
જામનગર : કોરોનાની શરૂઆત બાદ ફરી એક વખત દુનિયામાં ખલબલીનો માહોલ છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટની પૃષ્ટિ થયા બાદ હવે ફરી એક વખત દુનિયાના વિવિધ દેશ પોતાના દરવાજા બંધ કરી રહ્યાં છે. ઓમિક્રોન વેરિઅન્ટ રોજ રોજ નવા નવા દેશોમાં ફેલાઈ કહ્યું છે ત્યારે હવે ભારતમાં પણ તેને દસ્તક દીધી છે. કર્ણાટણમાં તેના બે કેસની પૃષ્ટિ થયા બાદ હવે જામનગરમાં પણ એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે.

મળતી વિગતો અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટના ખતરા વચ્ચે એક વ્યક્તિ કાલે ગઈ કાલે જામનગર પરત ફર્યો હતો, હવે આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વ્યક્તિ ગઈકાલે જામનગરથી પરત ફર્યો હતો. પાછા ફર્યા બાદ તેના રિપોર્ટ થતા તે કોરોના પોઝિટીવ જોવા મળ્યો હતો. હવે તેના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવશે.
અહીં ઉલ્લેખનિય છે કે, હજુ સુધી આ વ્યક્તિ કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે કે નહીં તે હવે ખબર પડશે, હજુ તે માત્ર કોરોના પોઝિટીવ હોવાની પૃષ્ટિ થઈ છે. હવે તેના માટે તેના સેમ્પલ મોકલવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણથી પૃષ્ટિ કર્ણાટકમાં થઈ છે. સાઉથ આફ્રિકાથી આવેલા 2 વ્યક્તિઓના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયાના પુરાવા મળ્યા છે. 66 અને 46 વર્ષીય આ બે વ્યક્તિઓ આફ્રિકાથી પરત ફર્યા હતા.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19 pic.twitter.com/NlJOwcqGDf
— ANI (@ANI) December 2, 2021
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી વાત તરીએ તો તેને હાલ સુધીના સૌથી અસરકારક વેરિઅન્ટ તરીકે જોવામાં આવે છે. આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતા 5 ગણી ઝડપી ફેલાય છે અને એક સાથે 10 થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.












Click it and Unblock the Notifications
