Jamnagar: ઝીણાવારી ગામના પરબતભાઈ પાથર નામના વ્યક્તિ ભારે પૂર આવતા લાપતા થયા
Jamnagar: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં પરબતભાઈ રામાભાઈ પાથર ભારે વરસાદમાં પુલ ક્રોસ કરતા સમયે તણાઈ ગયા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં પરબતભાઈ રામાભાઈ પાથર (ઉંમર વર્ષ 50) ગત તારીખ 27/08/2024 ના રાત્રિના અંદાજિત 09:00 કલાકની આસપાસ ઝીણાવારી ગામની બહાર રબારીકાથી ઝીણાવારી વચ્ચે આવેલ વર્તુ નદીના પુલ ઉપરથી ચાલીને પસાર થતા હતા. ત્યારે તે વખતે પુલ ઉપરથી ભારે માત્રામાં પાણી પસાર થતું હોવાથી તેઓ નદીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
વર્તુ નદીનો પ્રવાહ ત્યાંથી આગળ વધીને મોટી ગોપથી થઈને મોરજર ડેમમાં જાય છે. આથી આ વિસ્તારમાં જે કોઈપણ નાગરિકને આ બાબતે માહિતી મળે તો તુરંત જ મામલતદાર, જામજોધપુર (મો. 9537221156) અથવા તાલુકા વિકાસ અધિકારી, જામજોધપુર (મો. 7567013131) ને તાત્કાલિક ધોરણે જાણ કરવી.

તેમજ વર્તમાન પરિસ્થિતિમાં મદદરૂપ થવા અને જિલ્લા વહિવટી તંત્રને જરૂરી સહકાર આપવા માટે તમામ નાગરિકોને જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
