IPL 2020: ધોની સહિત આટલી છે ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડીઓની સેલરી
આઈપીએલની 13મી સિઝન શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હાલ ઘણી ટીમના ખેલાડીઓએ ટ્રેનિંગ સેશન્સ શરૂ કરી દીધા છે.
આઈપીએલની 13મી સિઝન શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હાલ ઘણી ટીમના ખેલાડીઓએ ટ્રેનિંગ સેશન્સ શરૂ કરી દીધા છે. પરંતુ આજે આપણે વાત કરીશું આઈપીએલની બીજી સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડીઓ અને ખાસ કરીને કેપ્ટન કૂલ ધોનીની આઈપીએલની સેલરી વિશે.

આ ખેલાડીને મળે છે સૌથી વધારે પગાર
ધોનીને આઈપીએલની એક સિઝન રમવા માટે કેટલા પૈસા મળે છે તેનો ખુલાસો અમે કરી આપીશું. જો કે આમ તો આ આંકડા પહેલેથી જ જગજાહેર છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે ચેન્નાઈ સુપરકિંગ્સના અન્ય ખેલાડીઓ કેટલો પગાર કમાય છે. અને 2020માં તેમને કેટલી રકમ મળવાની છે. ચેન્નાઈમાં સૌથી વધુ પૈસા ધોનીને જ મળે છે.

ધોનીએ 3 વખત જીતાડી છે ટ્રોફી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન ધોની ચેન્નાઈને 3 વખત આઈપીએલ જીતાડી ચૂક્યા છે. તેમની કેપ્ટન્સી બેજોડ છે. એટલે જ ચેન્નાઈ તેમને આ વર્ષે તગડી રકમમાં રિટેન કરી રહી છે. જી હાં, આઈપીએલ 2020 માટે ધોનીને 15 કરોડ રૂપિયા મળશે. આ ફક્ત એક કોન્ટ્રાક્ટની રકમ છે. મેચ ફી અને ઈનામની રકમ અલગથી મળશે. ચેન્નાઈ સુપરકિંગ્સના બીજા દિગ્ગજ લેફ્ટી બેટ્સમેન સુરેશ રૈના છે. તેને આ સિઝન માટે ચેન્નાઈ 11 કરોડ રૂપિયા ચૂકવશે. તો ત્રીજા નંબરે કેદાર જાધવ છે. જેમને આઈપીએલ 2020 માટે 7.80 કરોડ રૂપિયા મળવાના છે. ચેન્નાઈ એ આ ત્રણેય બેટ્સમેનોને રિટેન કર્યા છે. હાલ સીએસકે પાસે 24 ખેલાડી છે, જેમાંથી 8 વિદેશી છે.

આટલી છે ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડીઓની સેલરી
ધોનીઃ 15 કરોડ રૂપિયામાં રિટેન કરાયા
સુરેશ રૈનાઃ 11 કરોડ રૂપિયામાં રિટેન કરાયા
કેદાર જાધવઃ 7.80 કરોડમાં રિટેન કરાયા
રવિન્દ્ર જાડેજાઃ 7 કરોડ રૂપિયામાં રિટેન કરાયા
પિયુષ ચાવલાઃ 6.75 કરોડમાં ખરીદ્યા
ડ્વેન બ્રાવોઃ 6.40 કરોડ રૂપિયામાં રિટેન કરાયા
સેમ કરનઃ5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા
કરણ શર્માઃ 5 કરોડ રૂપિયામાં રિટેન કરાયા
શેન વોટ્સનઃ 4 કરોડ રૂપિયામાં રિટેન કરાયા
શાર્દુલ ઠાકુરઃ 2.60 કરોડ રૂપિયામાં રિટેન કરાયા
અંબાતી રાયડુઃ 2.20 કરોડમાં રિટેન કરાયા
હરભજન સિંહઃ 2 કરોડ રૂપિયામાં રિટેન
જોશ હેઝલવુડઃ 2 કરોડમાં રિટેન
મુરલી વિજયઃ 2 કરોડમાં રિટેન
ફાક ડુ પ્લેસિસઃ 1.6 કરોડમાં રિટેન
ઈમરાન તાહિરઃ 1 કરોડમાં રિટેન
દીપક ચાહરઃ 80 લાખમાં રિટેન
લુંગી નગિડીઃ 50 લાખમાં રિટેન
મિશેલ સેન્ટનરઃ 50 લાખમાં રિટેન
કેએમ આસિફઃ 40 લાખમાં રિટેન
મોનુ કુમારઃ 20 લાખમાં રિટેન
એન જગદીશનઃ 20 લાખમાં રિટેન
સાઈ કિશોરઃ 20 લાખમાં ખરીદ્યા
રિતુરાજ ગાયકવાડઃ 20 લાખમાં ખરીદ્યા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
