યુપીમાં માથુ ઉચકતો ઝિકા વાયરસ, કુલ કેસ 140 ને પાર પહોંચ્યા!
ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસનો કહેર વધી રહ્યો છે. કાનપુરના એરફોર્સના એક કર્મચારીમાં ઝિકા વાયરસની પુષ્ટિ થયા બાદ હવે ચેપ ચાર જિલ્લામાં ફેલાયો છે.
લખનઉ, 18 નવેમ્બર : ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસનો કહેર વધી રહ્યો છે. કાનપુરના એરફોર્સના એક કર્મચારીમાં ઝિકા વાયરસની પુષ્ટિ થયા બાદ હવે ચેપ ચાર જિલ્લામાં ફેલાયો છે. કાનપુરમાં સૌથી વધુ 133 લોકો ઝિકા વાયરસથી સંક્રમિત છે. બીજી તરફ બુધવારે રાજધાની લખનઉમાં વધુ બે નવા સંક્રમિતો સાથે હવે દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. આ ઉપરાંત કન્નૌજ અને ઉન્નાવમાં પણ એક-એક દર્દી મળી આવ્યા છે. હવે યુપીમાં ઝિકા સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે.

લખનઉના આલમબાગ અને એલડીએ કોલોનીમાં રહેતા એક-એક દર્દીમાં ડેન્ગ્યુ જેવા લક્ષણો દેખાતા હતા, જ્યારે બંનેની તપાસ કરવામાં આવી ત્યારે ઝિકા વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી. જે બાદ આરોગ્ય વિભાગે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે અને સંપર્કમાં આવેલા પરિવારના અન્ય સભ્યોની તપાસ માટે સેમ્પલ લીધા છે. આ સાથે આ વિસ્તારમાં એન્ટિ-લાર્વા ફોગિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, ઝીકા વાયરસની શરૂઆત ઉત્તર પ્રદેશમાં કાનપુરથી થઈ હતી. લગભગ એક મહિના પહેલા એરફોર્સના કર્મચારીને ઝિકા વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ આરોગ્ય વિભાગ ચેપને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 6 કિલોમીટરથી વધુ વિસ્તારને કન્ટેનમેન્ટ બનાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ એન્ટી લાર્વા ફોગીંગથી લઈને તમામ પ્રકારની તકેદારી લઈ રહ્યું છે. લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. લખનૌમાં ડીએમ અભિષેક પ્રકાશે કોરોનાની તર્જ પર ઝિકાને રોકવા માટે સૂચના આપી છે. ડીએમએ કહ્યું છે કે જે વિસ્તારોમાંથી દર્દીઓ આવ્યા છે તેને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવીને તપાસ કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
