Yogi Government 2.0: સપનાં સાકાર પણ પડકારો યથાવત
Yogi Government 2.0 : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. યોગી હવે ઉત્તર પ્રદેશના એવા પહેલા રાજનેતા બની ગયા છે જેઓ સતત છ વર્ષથી મુખ્યમંત્રીની ખુરસી સંભાળી રહ્યા છે.
બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલાંથી વધુ પરિપક્વ અને આક્રમક રાજનેતાની ઓળખ બનાવતા જોવા મળી રહ્યા છે. સતત બે વિશાળ આકારના બજેટ લાવી અને "ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટ"માં ઉદ્યોગપતિઓ સાથે લગભગ 33.50 લાખ કરોડ રૂપિયાથી વધુની સમજૂતીઓ પર સહમતિ બનાવી સંદેશ આપવામાં આવ્યો કે રાજ્યને સંપન્ન રાજ્યોની શ્રેણીમાં સ્થાન અપાવવા માટે તેજીથી કામ થઇ રહ્યું છે. જેનાથી બેરોજગારી પર પણ નિયંત્રણ લાગશે, લોકોનું આર્થિક જીવન સ્તર પણ સુધરશે, પરંતુ તેના માટે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ડબલ એ્જીન (ભાજપની) સરકાર હોવી જરૂરી છે.

આ જરૂરિયાતને સરખી રીતે સમજવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમિટમાં આવ્યા. તેમણે 2014થી લઇ 2017 સુધી રાજ્યમાં બિનભાજપી સરકાર હોવાના કારણે કેન્દ્રની યોજનાઓને રાજ્યમાં સાકાર કરવામાં આવેલા પડકારો ગણાવી ડબલ એન્જીન સરકારની જરૂરત સમજાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પહેલાં ગુનેગારોને પ્રોત્સાહન મળવાના કારણે ઉત્તર પ્રદેશમાં ઉદ્યોગ નહોતા લાગતા. એ માહોલને યોગી સરકારે બદલ્યો છે. પરંતુ આ કામ પૂરું ત્યારે જ થશે જ્યારે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર જ રહેશે.
બજેટથી સમીકરણ સાધવાની કોશિશ
બજેટ દ્વારા પણ 2024ને ધ્યાનમાં રાખી યુપીની રાજનૈતિક જમીન પર ભાજપને મજબૂતી આપવાની કોશિશ કરવામાં આવી છે, જેનાથી દેશમાં સૌથી વધુ 80 લોકસભા સીટ વાળા રાજ્યમાં 2024ના પડકારો પર પણ ભાજપની ચાલ કમજોર ના જણાય. આના માટે બદલતા ઉત્તર પ્રદેશના તમામ નારાને ચરિતાર્થ કરવા માટે આત્મ નિર્ભર ભારત માટે આત્મનિર્ભર ઉત્તર પ્રદેશના મંત્ર પર બજેટનું ફોકસ જોવા મળ્યું.
આ વર્ષમાં બજેટમાં 19 ટકા વિકાસદરના વધારાનો લક્ષ્ય રાખી રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડોલર બનાવવાની ઘોષણાને સાર્થક કરવાની કોશિશ દેખાડી. અર્થશાસ્ત્રી પ્રો એપી તિવારી કહે છે કે બજેટમાં 2024ના વિધાનસભા ચૂંટણીમાં કરાયેલા 130 વચનમાં 110 પૂરા કરવા માટે આ બજેટમાં 66 હજાર કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા એવું સમજાવવાનો પ્રયત્ન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં માત્ર સત્તા પરિવર્તન જ નથી થઈ બલકે વ્યવસ્થા પણ બદલવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
