UP Municipal Corporation Results : જીત બાદ CM યોગીએ કહ્યું - સરકાર વિકાસ-સુરક્ષા માટે કાર્યરત રહેશે
UP Municipal Corporation Results : ઉત્તર પ્રદેશ નગરપાલિકાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફેલાઇ છે. પાર્ટી કાર્યકર્તા એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉમાં પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપની શાનદાર જીત મળવા બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોનું સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં ભાજપે 60 સીટો જીતી હતી, પરંતુ આ વર્ષે અમે શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બમણીથી વધુ બેઠકો જીતી છે. શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓમાં અમને તક આપવા બદલ હું મતદારોનો આભાર માનું છું. હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે, ઉત્તર પ્રદેશ સરકાર તેમના વિકાસ અને સુરક્ષા માટે કામ કરતી રહેશે.

રામપુર જિલ્લામાં સ્વર વિધાનસભાના સભ્યનું સભ્યપદ રદ થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ પદાધિકારીઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સક્ષમ અને સફળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભાજપે ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. 17 મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે જીતવામાં સફળ રહી છે.
ઉત્તર પ્રદેશના નાગરિક ચૂંટણીમાં તેની એકતરફી જીત બાદ ભાજપે મીડિયાને સંબોધિત કર્યું અને રાજ્યની તમામ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપના મેયર પદના ઉમેદવારોની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે ભાજપના સહયોગી પક્ષ અપના દળ અને નિષાદ પાર્ટીના નેતાઓનો પણ આભાર માન્યો હતો.
તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના મેયર પદના ઉમેદવારનો વિજય થયો છે. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, આ પહેલીવાર છે જ્યારે ભાજપે તમામ નગર નિગમોમાં જીત મેળવી છે. આ પહેલા મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરીને લોકોને શુભેચ્છા પાઠવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
