Year Ender 2024 : ભારતની રાજનીતિમાં મોટો માઈલસ્ટોન સાબિત થયુ 2024 નું વર્ષ, જાણો મહત્વની ઘટનાઓ
Lookback 2024 Politics : 2024 નું વર્ષ ભારતીય રાજનીતિમાં મોટો માઈલ સ્ટોન સાબિત થયુ છે. એક તરફ લોકોએ નરેન્દ્ર મોદી સરકારનો ઘમંડ તોડ્યો તો બીજી તરફ વિપક્ષે સંસદમાં પોતાનો દમ દેખાડ્યો.
2024 માં તાનાશાહીના રસ્તે આગળ વધી રહેલી નરેન્દ્ર મોદી સરકારને લોકોએ જમીન પર લાવવાનું કામ કર્યુ. બીજી તરફ ઘણા રાજ્યોમાં મોટા રાજકિય ઘટનાક્રમ જોવા મળ્યા.

લોકસભા ચૂંટણી 2024
લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 400 પારનો નારો આપ્યો અને દેશના બંધારણને બદલવાની વાતો કરી. લોકોને આ પસંદ ન આવ્યુ અને બીજેપીને 240 સીટો પર લાવીને મુકી દીધી. લોકોએ ફરી એક વખત સાફ સંદેશ આપ્યો કે દેશના બંધારણથી ઉપર કોઈ નથી. ટીડીપી, જેડીયુ અને અન્ય સહયોગીઓની મદદથી બીજેપીએ સરકાર તો બનાવી પરંતુ નરેન્દ્ર મોદીનું ઘમંડ ચકનાચુર થઈ ગયુ.
ઓડિસા વિધાનસભાની ચૂંટણી 2024
લોકસભા ચૂંટણી ઉપરાંત આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આ રાજ્યોના ચૂંટણી પરિણામોએ પણ ચૌકાવ્યા. ઓડિશામાં 24 વર્ષથી સત્તામાં રહેલી નવીન પટનાયકની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો અને બીજેપી સત્તામાં આવી.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય વિશ્લેષકોના દાવાઓને ખોટા સાબિત કર્યા. આ વખતે ભાજપ માટે સત્તા વિરોધી લહેર હતી પરંતુ કોંગ્રેસ ચૂંટણી જીતી શકી નહીં. અહીં બીજેપીએ ફરીથી સરકાર બનાવી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
મહારાષ્ટ્રમાં પણ પરિણામો ચૌકાવનારા રહ્યાં. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીને આશા હતી કે તે સહાનુભૂતિ મેળવશે અને સત્તામાં પરત ફરશે. જો કે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. બીજેપીના નેતૃત્વમાં એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી મહાગઠબંધનને ભારે જીત મળી.
જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ ચૂંટણી 2024
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ ભાજપને બહુમતની અપેક્ષા હતી. જો કે તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ઝારખંડમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું હતું પરંતુ ત્યાં પણ ભાજપને નિરાશા હાથ લાગી અને હેમંત સોરેને ફરી સરકાર બનાવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
