Year Ender 2023 : ચંદ્રયાન-3થી લઈને અતીક અહેમદ હત્યાકાંડ સુધી, 2024માં છવાયેલી રહીઆ ઘટનાઓ
2023 પુરૂ થવામાં છે અને નવા વર્ષના આગમને હવે થોડા દિવસો બાકી છે ત્યારે વિતેલા વર્ષની ઘટનાઓ વિશે ચર્ચા થઈ રહી છે. આ વર્ષે કેટલીક એવી ઘટનાઓ ઘટી, જે ઘણા દિવસો સુધી ચર્ચામાં રહી.
ચંદ્રયાન 3
આ વર્ષે ભારતે ચંદ્ર પર ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ કરાવીને પોતાની તાકતનો દુનિયાને પરચો આપી દીધો. પહેલી નિષ્ફળતા બાદ ભારતની આ સફળતા પુરી દુનિયામાં ચર્ચાનો વિષય બની રહી.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
ઇઝરાયેલ પર હજારો મિસાઇલોથી હમાસનો હુમલો થયા બાદ આ વર્ષે એક યુદ્ધનાં મંડાણ થયા. ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને હજુ પણ લડાઈ ચાલી રહી છે.
સતીશ કૌશિકનું નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકના નિધનથી બોલિવૂડને મોટો આધાત લાગ્યો. અભિનેતા અનુપમ ખેર તેમના ખાસ મિત્ર હતા અને તેઓ પણ આ દુઃખમાંથી બહાર નીકળી શક્યા ન હતા. સતીશ કૌશિકના નિધન બાદ તેને ગૂગલ પર પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યા.
તુર્કી ભૂકંપ
તુર્કીમાં આવેલા ભયાનક ભુકંપે હજારો લોકોના જીવ લીધા. અહેવાલો અનુસાર, 7.8ની તીવ્રતાના આ ભૂકંપમાં 45,000થી વધુ લોકોના જીવ ગયા.
બજેટ 2023
બજેટ 2023ની વાત કરીએ તો તેની પણ ખૂબ ચર્ચા થઈ. કુલ ખર્ચ 27.2 લાખ કરોડથી 45 લાખ કરોડની વચ્ચે રહેવાનો અંદાજ હતો. રાજકોષીય ખાધ જીડીપીના 5.9 ટકા અંદાજવામાં આવી.
અતીક અહેમદ હત્યા કેસ
યુપીના ડોન અને માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી. અતીકના હુમલાખોરો પત્રકાર તરીકે આવ્યા અને બંને પર ગોળીબાર કર્યો અને હત્યા કરી દીધી.
ઓડિશા ટ્રેન અકસ્માત
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં લગભગ 260 લોકોના મોત થયા. આ અકસ્માતમાં 1000 લોકો ઘાયલ પણ થયા. આ વર્ષનો આ સૌથી મોટો ટ્રેન અકસ્માત હતો.
મણિપુર હિંસા
માર્ચ-એપ્રિલ મહિનામાં મણિપુરમાં હિંસા ફાટી નીકળી ત્યારે આખો દેશ તેનો સાક્ષી બન્યો. મેતેઈ અને કુકી સમુદાયો વચ્ચે આ હિંસામાં મહિલાઓ ભોગ બની અને ઘરો સળગાવવામાં આવ્યા. મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવ્યાના વીડિયોએ પુરી દુનિયાને હલાવી દીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
