લિવ-ઈનમાં રહેવાનો મતલબ સેક્સ માટે સંમતિ નહિઃ મધ્ય પ્રદેશ હાઈકોર્ટ
લિવ-ઈનમાં રહેવાનો મતલબ સેક્સ માટે સંમતિ નહિઃ મધ્ય પ્રદેશ હાઈકોર્ટ
ભોપાલઃ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપનો મતલબ સેક્સ માટે સંમતિ નથી હોતો. અદાલતો કહ્યું કે કોઈ મહિલા જો લિવ-ઈનમાં રહેતી હોય તો એવું ક્યારેય ન સમજવું જોઈએ કે સેક્સ માટે પણ તે રાજી હોય. જસ્ટિસ સુશીલ કુમારે પોતાના આદેશમાં કહ્યું કે કોઈ વાતને છૂપાવીને કે દગાથી લીધેલી સેક્સની અનુમતિને પૂરી રીતે સંમતિ ન કહી શકાય અને તેને બળાત્કાર ગણી શકાય.

જસ્ટિસ સુશીલ કુમારની અદાલતમાં દાખલ અરજીમાં અરજદારે જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટના પોતાના વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવાના આદેશને રદ કરવાની માગ કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે આરોપીએ એની સાથે લગ્ન કરવાના વાયદો કરી સંબંધ બનાવ્યા હતા પરંતુ બાદમાં તે પોતાના વાયદાથી ફરી ગયો હતો. આના પર જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશના વિરુદ્ધમાં આરોપી હાઈકોર્ટ પહોંચ્યો હતો.
હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે લગ્નની વાત કરી સંબંધ બનાવીને વચનથી ફરી જવું એ પણ બળાત્કાર જ ગણાય. પછી ભલેને તેઓ લિવ-ઈનમાં રહેતા હોય. પીડિતાએ જણાવ્યું કે સગાઈ બાદથી બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા પરંતુ બાદમાં છોકરાએ અચાનક યુવતીથી દૂરી બનાવી લીધી અને સંબંધ ખતમ કરી નાખ્યો હતો.
આ પણ વાંચો- અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
