પશ્ચિમ બંગાળમાં બીજા વિશ્વ યુદ્ધના બૉમ્બ મળવાથી દહેશત, સેના બોલાવી
પશ્ચિમ બંગાળના નાદિયામાં એક હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં બીજા વિશ્વ યુદ્ધના બે બૉમ્બ મળવાથી હડકંપ મચી ગયો છે.
પશ્ચિમ બંગાળના નાદિયામાં એક હેરાન કરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં બીજા વિશ્વ યુદ્ધના બે બૉમ્બ મળવાથી હડકંપ મચી ગયો છે. આ બૉમ્બ નાદિયા ના "બોમા પુકુર" નામની જગ્યા પર મળ્યા છે. હાલમાં સેના બોલાવી લેવામાં આવી છે. જેઓ આ બૉમ્બ પોતાની સાથે જાંચ માટે લઇ જશે.

100 કિલોગ્રામ નો એક બૉમ્બ
દરેક બૉમ્બનું વજન 100 કિલોગ્રામ છે. આ બૉમ્બ વિશે ખબર ત્યારે પડી જયારે કે મજુર ખોદતી વખતે તેના પર પડી ગયો. નાદિયા માં પોલીસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ઈલેક્શન થવા જઈ રહ્યા છે અને અહીં રાજનૈતિક માહોલ છે. બૉમ્બ વિશે સૂચના મળતા જ આસપાસ ગામ લોકોની ભીડ જામી ગયી. આ લોકો અહીં રેલીમાં ભાગ લેવા માટે આવ્યા હતા પરંતુ બૉમ્બ વિશે જાણકારી મળતા તેઓ પોતાની ઉત્સુકતા રોકી શક્યા નહીં અને તેને જોવા માટે અહીં આવી ગયા. પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ બૉમ્બની લંબાઈ 50 ઇંચ અને પહોળાઈ 38 ઇંચ છે. પોલીસ મુજબ આ બૉમ્બ બીજા વિશ્વ યુદ્ધ સમયનો છે. પોલીસે જણાવ્યું કે સેનાને જાણકારી આપી દેવામાં આવી છે જેથી તેઓ જરૂરી કાર્યવાહી કરી શકે.
અમેરિકી સેનાનું એરબેઝ
જાણકારી મળતા જ કોલકાતા થી સેના અધિકારી પહોંચ્યા. નાદિયા થી કોલકાતા 100 કિલોમીટર જેટલું અંતર છે. સોમવારે સેનાએ બૉમ્બનું પરીક્ષણ કર્યું. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જરૂરી મંજૂરી પછી સેના બૉમ્બ પોતાની સાથે લઇ ગયી. હાલમાં બંને બૉમ્બ હંસખલી પોલીસ સ્ટેશનમાં રેતીના ઢગલા નીચે રાખવામાં આવ્યા છે. નાદિયા પ્રશાશન તરફથી કહેવામાં આવ્યું છે કે આ બૉમ્બ વર્ષ 1940 શરૂઆતી સમયના લાગી રહ્યા છે. પશ્ચિમ બંગાળની કલ્યાણ સીટી બીજા વિશ્વ યુદ્ધ સમયે તેને રૂઝવેલ્ટ ટાઉન તરીકે ઓળખાતું હતું. અહીં અમેરિકી સેનાનો એરબેઝ પણ હતો. પોલીસ અધિકારીઓ મુજબ બની શકે છે કે બંને બૉમ્બનો સંબંધ તે એરબેઝ સાથે હોય. કલ્યાણ સીટી પશ્ચિમ બંગાળનું સૌથી સાફ શહેર છે. અહીં અત્યારસુધીના બીજા વિશ્વ યુદ્ધના ઘણા અવશેષ પણ હાજર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
