તસવીરો: ભારતમાં એફિલ ટાવર કરતાં પણ ઉંચો બનશે બનશે રેલવે બ્રિજ
નવી દિલ્હી, 20 જુલાઇ: જી હાં. ભારતમાં વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ ભારતીય એંજીનિયર્સસે હિમાલયની પહાડીઓ પર આ બ્રિજને બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દિધી છે. આ જમ્મૂ-કાશ્મીરમાં ફેલાયેલા પહાડી વિસ્તારોના વર્ગોને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે.
ચેનાબ નદી પર બની રહેલા આ પુલની ઉંચાઇ 1,177 ફૂટ હશે. જો કે 2016 સુધી તૈયાર થનાર બ્રિજની ઉંચાઇ એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઉંચી હશે. અત્યાર સુધીના દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ ચીનના ગુઇઝોઉ પ્રાંતમાં બિપાનજિઆંગ નદે પર બનાવવામાં આવ્યો છે, જેની ઉંચાઇ 275 મીટર છે.
એક ભારતીય રેલવે અધિકારીના અનુસાર આ એંજીનિયરિંગનો બેજોડ નમૂનો સાબિત થશે અને આશા છે કે આ 2016 ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે. સાથે જ તેમણે કહ્યું કે તેની ડિઝાઇન પણ ભૂકંપ અને ફૂંકાતા પવનોને ધ્યાનમાં રાખતાં બનાવવામાં આવી છે.
આ રેલવે બ્રિજ પર વર્ષ 2002માં જ કામ શરૂ કરવામાં આવી ચૂક્યું છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં 2008માં તેને અટકાવી દેવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ બાદ પછી ફરીથી આ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી દિધી છે. કોંકણ રેલવે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 92 મિલિયન ડોલર છે. આ રેલવે પુલ જમ્મૂથી બારામુલાને જોડશે. અત્યારે જ્યાં અંતર કાપવામાં 10 થી 12 કલાક લાગે છે, પુલ તૈયાર થઇ ગયા પછી આ યાત્રા ફક્ત સાડા છ કલાકની હશે.
આ પુલ 1,315 મીટર લાંબો હશે અને તેને બનાવવામાં 25,000 ટન સ્ટીલની જરૂરિયાત પડશે. જો કે હેલિકોપ્ટરની મદદથી ઉંચાઇ પર પહોંચાડવામાં આવશે. એક રેલવે અધિકારીના અનુસાર આ યોજના હેઠળ એક મહત્વપૂર્ણ પડકાર પણ હશે કે આ પુલને નદીના વહેણમાં કોઇ વિધ્ન ન નડે.

પુલની ઉંચાઇ 1,177 ફૂટ
ચેનાબ નદી પર બની રહેલા આ પુલની ઉંચાઇ 1,177 ફૂટ હશે. જો કે 2016 સુધી તૈયાર થનાર બ્રિજની ઉંચાઇ એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઉંચી હશે.

2016 ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે
આ એંજીનિયરિંગનો બેજોડ નમૂનો સાબિત થશે અને આશા છે કે આ 2016 ડિસેમ્બર સુધી તૈયાર થઇ જશે. સાથે જ તેમણે કહ્યું કે તેની ડિઝાઇન પણ ભૂકંપ અને ફૂંકાતા પવનોને ધ્યાનમાં રાખતાં બનાવવામાં આવી છે.

9 કરોડ 20 લાખ ડોલરના ખર્ચે થશે તૈયાર
આ પ્રોજેક્ટને પુરો કરવા માટે કુલ 9 કરોડ 20 લાખ ડોલરના ખર્ચનું અનુમાન છે. આ પ્રોજેક્ટની જવાબદારી કોંકણ રેલવે કોર્પોરેશનને આપવામાં આવી છે.

સમયનો થશે બચાવ
આ પુલ બારામુલાથી જમ્મૂને જોડશે. આથી બારામુલા થી જમ્મૂ આવવામાં હવે 6.30 કલાક લાગશે. અત્યારે લગભગ 13 કલાક લાગે છે.

1,315 મીટર લાંબો પુલ
1,315 મીટર લાંબો આ પુલ બનાવવા માટે 25 હજાર ટન સ્ટીલની જરૂરિયાત પડશે. ખરાબ રસ્તાના લીધે તેના નિર્માણ જરૂર પડનારી બધી સામગ્રી હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
