World Milk Day 2023: વિશ્વનુ સૌથી વધુ દૂધ ઉત્પાદન ભારતમાં, જાણો કોણ છે ટૉપ 10 દેશો
World Milk Day 2023: વિશ્વ દૂધ દિવસ એટલે કે 'વર્લ્ડ મિલ્ક ડે' દર વર્ષે 01 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. 2001માં, યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઓળખવા અને ડેરી ક્ષેત્ર અને તેના ચાલુ પ્રયાસોને પ્રોત્સાહન આપવા 1 જૂનના રોજ 'વિશ્વ દૂધ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
'વર્લ્ડ મિલ્ક ડે' 01 જૂનના રોજ ઉજવવામાં આવે છે કારણ કે ઘણા દેશો જૂનના પહેલા અઠવાડિયામાં તેમના રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરતા હતા. શરૂઆતમાં, મેના અંતમાં 'વર્લ્ડ મિલ્ક ડે' ઉજવવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ આખરે આ દિવસ માટે જૂન 01 પસંદ કરવામાં આવ્યો.

વિશ્વ દૂધ દિવસ: દૂધનું ઉત્પાદન કરતા ટોપ-10 દેશો
ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. તાજેતરમાં, ઑસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીમાં કુડોસ બેંક એરેનામાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં નંબર વન દેશ છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન કોર્પોરેટ સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ (FAOSTAT) ના ઉત્પાદન ડેટા અનુસાર, ભારત વિશ્વમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદક છે. ભારતે વર્ષ 2021-22માં વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24 ટકા યોગદાન આપ્યું છે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી, શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ફેબ્રુઆરી 2023માં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ભારતના દૂધ ઉત્પાદનમાં છેલ્લા આઠ વર્ષમાં એટલે કે વર્ષ 2014-15 અને 2021-22 દરમિયાન 51 ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને વર્ષ 2021-22માં વધીને 220 મિલિયન ટન થયું છે.
ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય છે. તે પછી રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત અને પંજાબ સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્યો છે.
દૂધ ઉત્પાદનમાં બીજો સૌથી મોટો દેશ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા છે. અમેરિકા હાલમાં 93.5 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે. યુએસમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક પ્રદેશો કેલિફોર્નિયા, વિસ્કોન્સિન, ઇડાહો, પેન્સિલવેનિયા, ટેક્સાસ અને મિનેસોટા છે.
ચીન બીજા નંબરનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. ચીન 45 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે. પાકિસ્તાન ચોથા સ્થાને છે. પાકિસ્તાન 42 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે. બ્રાઝિલ પાંચમા નંબર પર છે. બ્રાઝિલ 35.7 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કરે છે.
છઠ્ઠા નંબરે જર્મની, સાતમા નંબરે રશિયા, આઠમા નંબરે ફ્રાન્સ, નવમા નંબરે ન્યુઝીલેન્ડ અને દસમા નંબરે તુર્કી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
