જમ્મુમાં મહિલા ડોક્ટરને પ્રેમીએ ચાકુ મારી કરી હત્યા, ફેસબુક પર લખ્યું- હું પણ જીવ આપી રહ્યોં છુ
હોળીની રજા પર જમ્મુ-કાશ્મીર પહોંચેલી એક મહિલા ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેની લોહીથી લથપથ લાશ ઘરની અંદર રસોડામાં મળી આવી હતી.
જમ્મુમાં એક મહિલા ડોક્ટરની તેના પ્રેમીએ હત્યા કરી નાખી. રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે કથિત રીતે ઝઘડો થયો હતો. જે બાદ પ્રેમીએ મહિલા ડોક્ટર પર કિચનની છરી વડે હુમલો કર્યો હતો. લેડી ડોક્ટરની હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ આ જ છરી વડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

જે મહિલા ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી તે જમ્મુના તલ્લાબ ટિલ્લોની રહેવાસી હતી. તેનું નામ સુમેધા શર્મા છે. જ્યારે આરોપીની ઓળખ પમ્પોશ કોલોનીના રહેવાસી જોહર ગણાઈ તરીકે થઈ છે. સુમેધાની હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપી જોહર ગણાઈના સંબંધીએ પોલીસને જાણ કરી. ખરેખર, લેડી ડોક્ટરની હત્યા પહેલા તેણે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તે હવે જીવવા માંગતો નથી કેટલીક અંગત સમસ્યાઓના કારણે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે.
આ માહિતી બાદ પોલીસ જમ્મુના જાનીપુરમાં જોહરના ઘરે ગઈ હતી. પરંતુ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ગેટ તોડીને જ્યારે પોલીસ અંદર પ્રવેશી ત્યારે સુમેધા લોહીથી લથપથ જમીન પર પડેલી જોવા મળી હતી. જ્યારે તેના બોયફ્રેન્ડ જોહર ગણાઈના પેટમાં ઊંડા ઘાને કારણે તે બેભાન થઈ ગયો હતો. પોલીસ બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ પરંતુ સુમેધાનો જીવ બચી શક્યો નહીં. જોકે, આરોપીની હાલત નાજુક છે.
લિવ ઇનમાં રહેતા હતા બન્ને
જમ્મુ પોલીસ આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, લેડી ડોક્ટર અને આરોપી બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. બંનેએ જમ્મુની ડેન્ટલ કોલેજમાં બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બીડીએસ કર્યા બાદ સુમેધા બાદમાં એમડીએસનો અભ્યાસ કરવા જમ્મુની બહાર ગઈ હતી. 7 માર્ચના રોજ હોળીની ઉજવણી કરવા તે તેના પ્રેમીના ઘરે પહોંચી હતી. જ્યાં કથિત રીતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ બોયફ્રેન્ડે તેને ચાકુ મારી દીધી હતી. આ કેસમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેને સ્વજનોને સોંપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
