કિસ કરતી વખતે પ્રેગ્નન્ટ પત્નીએ કર્યું કંઈક એવું કે પતિ થયો હોસ્પિટલ ભેગો
કિસ કરતી વખતે પ્રેગ્નન્ટ પત્નીએ કર્યું કંઈક એવું કે પતિ થયો હોસ્પિટલ ભેગો
નવી દિલ્હીઃ દિલ્હીના એક શખ્સને પોતાની જ પત્નીને કિસ કરવી ભારે પડી. કિસ કરતી વખતે મહિલાએ પોતાના પતિની જીભ જ કાપી નાખી. પત્નીને પોતાનો પતિ સ્માર્ટ નહોતો લાગતો, જેથી જાણી જોઈને જ મહિલાએ તેની જીભ કાપી જ નાખી. ડૉક્ટરોનું કહેવું છે કે હવે આ શખ્સ લગભગ જિંદગીભર ક્યારેય નહિ બોલી શકે. પીડિત પતિની ફરિયાદ પર આઠ મહિનાની પ્રેગ્નન્ટ યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે.

પતિ પસંદ નહોતો એટલે કાપી નાખી જીભ
દિલ્હીના રનહોલામાં એક પ્રેગ્નન્ટ પત્નીએ જાણીજોઈને કિસ કરતી વખતે પોતાના પતિની જીભ કાપી નાખી. શનિવારે 22 વર્ષની પત્નીએ કિસ કરતી વખતે પોતાની ઉંમરના પતિની જીભ એટલા માટે કાપી હતી કેમ કે તેને પતિ સ્માર્ટ નહોતો લાગતો. સ્થાનિક લોકો મુજબ પત્નીને લાગતું હતું કે તેનો પતિ સ્માર્ટ નથી અને એ તેનાથી ખુશ નહોતી. જો કે લોકોનું એ પણ કહેવું છે કે બંને વચ્ચે તાલમેળ ઠીક નહોતો અને હંમેશા બંને ઝઘડતા રહેતાં.

હવે ક્યારેય નહિ બોલી શકે
બંનેનો જગજાહેર એક ઝઘડો થયો હતો, જે બાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. સ્ટ્રીટ આર્ટિસ્ટ પતિની સર્જરી કરાવવામાં આવી છે પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે હવે તે કદાચ ક્યારેય બોલી નહિ શકે. પીડિત પતિના પિતાએ પોલીસને સૂચના આપી આ અંગે જાણકારી આપ. આઠ મહિનાની પ્રેગ્નન્ટ પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે. બંનેએ 20 નવેમ્બર 2016ના રોજ લગ્ન કર્યાં હતાં.

પત્ની પર કેસ દાખલ
ડીસીપી સેજુ કુરવિલાએ જણાવ્યું કે મહિલા વિરુદ્ધ આઈપીસીના સેક્શન 326 અંતર્ગત કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે બે વર્ષ પહેલા બંનેના લગ્ન થયાં હાં. તેને પોતાનો પતિ પસંદ નહોતો અને તે લગ્નજીવનથી ખુશ ન હતી. આ કારમે હંમેશા પોતના પતિ સાથે ઝઘડા કરતી હતી. શનિવારે સાંજે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં પતિએ પત્નીને કિસ કરી મનાવવાનો પ્રયાસ કર્યો. પત્નીએ પહેલા તો પોતાના પતિને કિસ કરવાની મંજૂરી આપી પણ પછી તેની જીભ જ કાપી નાખી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
