Karnataka: હેડગોવર ચેપ્ટરને લઈ કેમ થઈ રહ્યો છે વિવાદ? પુસ્તકમાંથી હટાવવા માંગે છે કોંગ્રેસ
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ RSSના સંસ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગવાર સાથે સંબંધિત પ્રકરણને શાળાના અભ્યાસક્રમમાંથી હટાવવાના પ્રસ્તાવને લઈને મોટો રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને રાજ્ય સરકારમાંથી તેને હટાવવાની તરફેણમાં દલીલો કરવામાં આવી રહી છે ત્યારે ભાજપે સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન મધુ બંગરપ્પાએ આ વર્ષે શાળાઓના પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવાના પ્રસ્તાવ વિશે કહ્યું છે કે, 'આ તેમનું (ભાજપ) સંસ્કરણ છે, કારણ કે તેઓ ક્યારેય બાળકોની માનસિકતા સમજી શક્યા નથી કે બાળકોને શું આપવું જોઈએ. ભાજપ મનમાં એટલો ભ્રષ્ટ છે કે તે આ બાબતને શિક્ષણ વ્યવસ્થામાં નાખવા માંગે છે, અને અમે તેની વિરુદ્ધ છીએ.
બીજી તરફ, કર્ણાટકના અન્ય મંત્રી દિનેશ ગુંડુ રાવના જણાવ્યા અનુસાર, 'આપણે એવા લોકોની વાર્તાઓ લેવી જોઈએ જેમણે રાષ્ટ્ર નિર્માણમાં ખરેખર યોગદાન આપ્યું છે. જો તમે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરો છો, તો ઈતિહાસ એમાં ભાગ લેનારને પ્રતિબિંબિત કરવું જોઈએ, તમારી વ્યક્તિગત પસંદગી નહીં, નહીં કે તમે જેને તમારી મૂર્તિ માનો છો. ભાજપે તેની વિચારધારાને પુસ્તકોમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે, જે યોગ્ય નથી....તેથી કોંગ્રેસ પાર્ટી તેને ગંભીરતાથી જોશે અને સુધારણા માટે પગલાં લેશે.'
હેડગોવર ચેપ્ટરમાં શું છે?
કર્ણાટકમાં, 2022-2023 માટે 10મા પાઠયપુસ્તકમાં એક પ્રકરણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, જેનું શીર્ષક હતું - 'સાચો આદર્શ માણસ કેવો હોવો જોઈએ? (નિજવદા આદર્શ પુરુષ યારાગાબેકુ)'. ત્યારબાદ પાઠ્યપુસ્તક સમીક્ષા સમિતિના અધ્યક્ષ રોહિત ચક્રતીર્થે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે હેડગેવાર પરનો પ્રકરણ તેમના એક ભાષણ સાથે સંબંધિત છે અને તેમના વિશે નહીં.
તેમના કહેવા પ્રમાણે, આ ભાષણમાં તેમણે યુવાનોને કહ્યું કે કોઈ પણ વ્યક્તિને દેવતા ન માનો, પરંતુ તેમની પસંદની વિચારધારામાં વિશ્વાસ કરો. તેમણે કહ્યું હતું કે, "અમે હેડગેવાર વિશે કંઈપણ સમાવ્યું નથી, ન તો તે પ્રકરણ વિદ્યાર્થીઓને તેમની વિચારધારાને અનુસરવાનું કહે છે. તે વ્યક્તિઓને ભગવાન તરીકે પૂજવા સામેના તેમના શબ્દોને જ પ્રકાશિત કરે છે.
તેમણે હેડગેવારના ભાષણ વિશે કહ્યું કે 'માણસની પૂજા કરવાને બદલે તમારે તે મૂલ્યોનું પાલન કરવું જોઈએ જે સમય સાથે બદલાશે નહીં'. તેની વિચારધારા સાથે તેને કોઈ લેવાદેવા નથી.
દરમિયાન કોંગ્રેસ સરકારના પ્રયાસો સામે ભાજપ અને કેન્દ્ર સરકાર તરફથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેને 'ભારતીય ઈતિહાસનું વિચિત્ર સેન્સરિંગ' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે શાળાના પાઠ્યપુસ્તકમાંથી RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર પરના પ્રકરણને કાઢી નાખવું એ "યુવાનો વિરુદ્ધ ગુનો" હશે.
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સીએન અશ્વથ નારાયણે કહ્યું છે કે, 'તેમણે ઉતાવળ ન કરવી જોઈએ, તેમણે સમય કાઢવો જોઈએ. તેઓએ તેની તપાસ માટે એક કમિટી બનાવવી જોઈએ. લોકપ્રિય સરકાર તરીકે તેમણે સમાજના તમામ વર્ગોની કાળજી લેવી જોઈએ. સરકારે સર્વસમાવેશક બનવું જોઈએ, તમામ સમુદાયો અને લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ... હું તેમને નમ્રતાપૂર્વક પૂછું છું, ઉતાવળ કરશો નહીં...'
બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ કહ્યું કે, 'તેઓ સત્તામાં હોવાથી અભ્યાસક્રમ બદલી શકે છે, પરંતુ ઇતિહાસ બદલી શકતા નથી. સંઘ પરિવારની દેશભક્તિ વિશે બધા જાણે છે....સંઘ પરિવારની વિચારધારા દરેક જગ્યાએ મજબૂત થઈ રહી છે, તેને બદલી શકાતી નથી....આપણી વિચારધારા દેશભક્તિ છે અને શું કોંગ્રેસ દેશભક્તિને ભૂંસી નાખીને 'મુગલસ્તાન' બનાવવા માંગે છે?'
#WATCH | Madhu Bangarappa, Minister of Primary and Secondary Education, Karnataka speaks on State Govt's proposal to revise school textbooks this year; says, "It is their(BJP) version because they have never understood children's mentality and what they are supposed to give to… pic.twitter.com/nFJheJctcB
— ANI (@ANI) June 9, 2023
#WATCH | "They (Congress) can change syllabus, they're in power but they can't change the history. Everyone knows about Sangh Parivaar's patriotism...everywhere Sangh Parivaar's ideology is getting stronger, that can't be changed...our ideology is patriotism and does Congress… pic.twitter.com/ocnFUEuphc
— ANI (@ANI) June 9, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
