વિપક્ષી પાર્ટીઓની બેઠક પટનામાં જે કેમ? જાણો શું કહ્યું મમતા બેનર્જીએ?
2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને કેન્દ્રની સત્તામાંથી હટાવવા વિપક્ષોએ કમર કસી છે. આ ક્રમમાં આજે પટનામાં વિપક્ષી પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓને નીપટવા માટે રોડમેપ પર ચર્ચા થઈ.
આ બેઠક બાદ તમામ વિપક્ષી નેતાઓએ એક સાથે મીડિયા સામે આવ્યા અને પ્રેસ કોન્ફ્રન્સ કરી. આ પ્રેસ કોન્ફ્રન્સમાં મમતા બેનર્જીએ પટનામાં બેઠક યોજવા પાછળના કારણનો ખુલાસો કર્યો.

ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પટનામાં મીટિંગનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું. તેમણે જણાવ્યુ કે, મેં નીતીશ કુમારજીને પટનામાં મીટિંગ માટે કહ્યું હતું, કારણ કે અહીંથી ઘણા જન આંદોલનો શરૂ થયા છે.
મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, દિલ્હીમાં ઘણી બેઠકો થઈ પરંતુ કોઈ નિર્ણય ન આવ્યો. તેથી બેઠક માટે પટના શ્રેષ્ઠ હતું. અહીં બેઠકમાં ત્રણ બાબતો પર સહમતિ બની હતી. પ્રથમ આપણે બધા એક છીએ. બીજું અમે સાથે મળીને લડીશું. ત્રીજું અમારી લડાઈ વિપક્ષ માટે નહીં પરંતુ દેશની જનતા માટે છે.
મમતા બેનર્જીએ બીજેપી અને મોદી સરકારના તાનાશાહી વલણ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, જો બીજેપી ફરી સત્તામાં આવશે તો દેશમાં ચૂંટણી ખતમ થઈ જશે. કેન્દ્ર સરકાર વીસીની નિમણૂક કરીને તાનાશાહી કરે છે. કેન્દ્ર જે ઈચ્છે તે કરે છે. જે વિરોધ કરે તેની પાછળ સીબીઆઈ અને ઈડી લગાવે છે.
અહીં મમતા બેનર્જીએ કહ્યું કે, અમે ફરી એકવાર શિમલામાં બેઠક કરીશું અને બીજેપીની નીતિઓનો વિરોધ કરીશું. ભાજપ ઈતિહાસ બદલવા માંગે છે પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ઈતિહાસ બિહારથી બને.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
