ઓછા સાંસદો હોવા છત્તા વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવ્યુ? આ છે મુખ્ય કારણો
નરેન્દ્ર મોદી સરકારના ભેદી મૌન વચ્ચે મણિપુરને સળગતુ છોડનારી બીજેપી સરકાર વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીઓ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી છે. જો કે સંસદમાં વિપક્ષી સાંસદોની ઓછી સંખ્યાને કારણે નરેન્દ્ર મોદી સરકારને કોઈ આંચ નહીં આવે. બીજી તરફ આ વિપક્ષની રણનીતિનો ભાગ છે.
વિપક્ષી પાર્ટીઓ સારી રીતે જાણે છે કે તેમની પાસે બહુમતી નથી. હવે સવાલ એ છે કે આવી સ્થિતીમાં પણ અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લવાયો? હકિકતમાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનને તોડવાનો છે.

જણાવી દઈએ કે, મણિપુરમાં હિંસા માટે જવાબદાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકારની નિષ્ફળતાને કારણે કેટલાક હેવાનોએ મહિલાઓ નગ્ન પરેડ કરાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષ ગુસ્સામાં છે અને સતત સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યો છે.
આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સત્રની શરૂઆતથી જ આક્રમક જોવા મળી છે. વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી પર આ મુદ્દે મૌન તોડવા સતત દબાણ બનાવી રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ પણ પીએમ મોદીના મૌનને તોડવા માટે જ લાવવામાં આવ્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, લોકસભામાં વિપક્ષી પાર્ટીના 150 સાંસદ છે. જે કુલ 543માંથી ઘણા ઓછા છે. આ સ્થિતીમાં વિપક્ષી પાર્ટીના અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ અસર નહીં થાય. અહીં એક વાત એ પણ જાણવી જરૂરી છે કે સંસદમાં 50 સાંસદોની સંમતિ સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થાય ત્યારે ચર્ચા થાય છે.
જો કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી વિપક્ષી પાર્ટીઓને એટલો ફાયદો નહીં થાય. લોકસભામાં ચર્ચા દરમિયાન તેમને એટલો વધારે સમય નહીં મળે. ગૃહમાં પક્ષોની સંખ્યા અનુસાર સમય ફાળવવામાં આવે છે.
વિરોધ પક્ષોનો આ અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનો હેતુ મણિપુર મુદ્દાને લોકો સામે મુકવા અને સરકાર પર દબાણ લાવવા માટે ગૃહમાં ચર્ચા કરવાનો છે. જેથી વડાપ્રધાનને આ મુદ્દે સંસદને સંબોધવાની ફરજ પડે. અહેવાલો અનુસાર, વિપક્ષો મણિપુર સાથે સાથે દેશના બીજા મુદ્દાઓ પણ ઉઠાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
