અમેઠી-રાયબરેલીથી કોણ લડશે રાહુલ કે પ્રિયંકા? આજે થઇ શકે છે નિર્ણય
Amethi Lok sabha Seat: અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે કોંગ્રેસ આજે નિર્ણય કરી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક માટે પાર્ટીના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને વિધાયક દળના નેતા આરાધના મિશ્રાએ નેતૃત્વને વિનંતી કરી હતી કે, રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવી જોઈએ, અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીથી ચૂંટણી લડવી જોઈએ.

રાહુલ ગાંધી 2004 થી 2019 સુધી અમેઠીથી લોકસભાના સભ્ય હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં શુક્રવારે મતદાન સમાપ્ત થયું હતું.
આવા સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો અને તેઓ રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા છે. તેમણે બે દાયકા સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
અમેઠીમાં પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે. જ્યારે અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો પરથી પાર્ટીના સંભવિત ઉમેદવારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે, કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, તમારે હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. જ્યારે મને લોકો પાસેથી ઉમેદવારોના નામ મળશે અને હું સહી કરીશ. નોટિફિકેશન, પછી તેની જાહેરાત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
