કેજરીવાલ બાદ દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? જાણો લિસ્ટમાં કોના કોના નામ?
અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા બાદ દિલ્હીમાં રાજનીતિક ઉથલપાથલ જોવા મળી રહી છે. હવે કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરીને તમામ લોકોને ચૌકાવી દીધા છે.
જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તે આગામી બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે.

આગામી બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરતા કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી લોકો તેમને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં.
કેજરીવાલના જણાવ્યા અનુસાર, તેઓ આગામી થોડા દિવસોમાં AAP ધારાસભ્યોની બેઠક યોજશે, અને પાર્ટીમાંથી કોઈ નેતા મુખ્યમંત્રી પદ સંભાળશે.
કેજરીવાલની જાહેરાત બાદથી દિલ્હીના આગામી મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. ઘણા નામો પર અટકળો લગાવવામાં આવી રહી છે જેમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, આતિશી, સૌરભ ભારદ્વાજ જેવા નામ સામેલ છે.
આતિશી - હાલ દિલ્હી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ શિક્ષણ, પ્રવાસન, કલા, સંસ્કૃતિ અને ભાષા, જાહેર બાંધકામ વિભાગ અને પાવરમાં પાંચ પોર્ટફોલિયો ધરાવે છે. મુખ્યમંત્રીના સંભવિત નામોમાં આતિષીનું નામ ટોચ પર છે.
સુનીતા કેજરીવાલ - અરવિંદ કેજરીવાલની પત્ની સક્રિય રાજકારણથી દૂર હતા પરંતુ તેના પતિ કેજરીવાલના જેલમાં ગયા બાદ ચર્ચામાં આવ્યા. તે પછી તેણે ઘણી રેલીઓ અને જાહેર સભાઓને પણ સંબોધિત કરી છે. જો કે, તેમની પાસે અત્યારે કોઈ વિભાગની જવાબદારી નથી, પરંતુ તેમનું નામ પણ સીએમ ચહેરાની રેસમાં આગળ આવી રહ્યું છે.
કૈલાશ ગેહલોત - હાલમાં આઠ વિભાગો સંભાળે છે. કાયદો, ન્યાય અને લેજિસ્લેટિવ અફેર્સ, ટ્રાન્સપોર્ટ, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, IT, રેવન્યુ, ફાઇનાન્સ, પ્લાનિંગ અને ગૃહ અને અન્ય તમામ વિભાગો જે ખાસ કરીને મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.
સૌરભ ભારદ્વાજ - હાલમાં સાત વિભાગો સંભાળે છે; તકેદારી, સેવાઓ, આરોગ્ય, ઉદ્યોગ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને પાણી.
ગોપાલ રાય - રાય રાષ્ટ્રીય રાજધાનીમાં વિકાસ, સામાન્ય વહીવટ વિભાગ, પર્યાવરણ અને વન્યજીવન મંત્રી છે.
ઈમરાન હુસૈન - હુસૈન દિલ્હીમાં ખાદ્ય અને પુરવઠા અને ચૂંટણી વિભાગની દેખરેખ રાખે છે.
કેજરીવાલના જણાવ્યા અનુસાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પ્રામાણિકનો ટેગ મેળવ્યા પછી ફરીથી તેમનું જૂનું પદ સંભાળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
