Ratan Tata's successor: કોણ બનશે રતન ટાટાના ઉત્તરાધિકારી? જાણો ટાટા પરિવારના દરેક સભ્ય વિશે
Who will be Ratan Tata's successor: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ સર રતન ટાટાનું નિધન 9 ઓક્ટોબરના રોજ થયું હતું. તેમની ઉંમર 86 વર્ષની હતી. ટાટા ગૃપની ગણના ભારતના સૌથી મોટા ઉદ્યોગ જૂથમાં થાય છે.
ટાટા ગૃપ એક સદી કરતા વધુ સમયથી ભારતના વિકાસમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. ટાટા ગૃપનું વર્ચસ્વ ભારત સહિત સમગ્ર દુનિયામાં જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, રતન ટાટા 2012 માં 74 વર્ષની વયે ટાટા ગૃપના ચેરમેન પદ પરથી નિવૃત્ત થયા હતા. રતન ટાટાએ લગ્ન કર્યા ન હતા અને ન તો તેમને કોઈ સંતાન છે, તેથી હાલ રતન ટાટાના ઉત્તરાધિકાર વિશે ઘણી અટકળો ચાલી રહી છે.
રતન ટાટાના અવસાન બાદ હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, તેમના વારસાને કોણ આગળ વધારશે? 34 લાખ કરોડના ટાટા ગૃપના બિઝનેસ સામ્રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે? વાસ્તવમાં ટાટા ગૃપમાં ઉત્તરાધિકારની યોજના પહેલેથી જ તૈયાર છે.
હાલમાં રતન ટાટાના અનુગામી બનવાની રેસમાં પહેલું નામ માયા ટાટાનું છે. માયા ટાટા નોએલ ટાટાની પુત્રી છે. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે.

ટાટા ગૃપના ભાવિ ચેરમેન વિશે જાણતા પહેલા ટાટા પરિવાર વિશે જાણવું ખુબ જ જરૂરી છે. ટાટા ગૃપની શરૂઆત જમશેદજી નુસરવાનજી ટાટા દ્વારા 1870માં કરવામાં આવી હતી.
જમશેદજી ટાટાની પત્નીનું નામ હીરાબાઈ ડબૂ હતું, તેમને ત્રણ બાળકો હતા, રાબજી ટાટા, ધૂનબાઈ ટાટા અને રતનજી ટાટા. સર દોરાબજી ટાટા જમશેદજી ટાટાના સૌથી મોટા પુત્ર હતા. તેમણે ટાટા ટ્રસ્ટ અને ટાટા સ્ટીલનો પાયો નાખ્યો હતો.
સર દોરાબજી ટાટાએ 14 ફેબ્રુઆરી, 1898ના રોજ લેડી મહેરબાઈ ટાટા સાથે લગ્ન કર્યા. રતન ટાટાના દાદાનું નામ સર રતનજી ટાટા હતું. તેઓ જમશેદજી ટાટાના બીજા પુત્ર હતા.
તેમણે બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન લેડી નવજબાઈ સાથે થયા હતા. તેને પોતાનું કોઈ સંતાન ન હતું. તેમણે નવલ ટાટાને દત્તક લીધા, જે રતન ટાટાના પિતા હતા. સર રતનજી ટાટા 1928 થી 1932 વચ્ચે ટાટા ગૃપના ચેરમેન હતા.
સર રતનજી ટાટાએ ફ્રેન્ચ મહિલા સુઝાન બ્રિયર સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. તેઓ બંનેને એક પુત્ર હતો, જેનું નામ જહાંગીર રતનજી દાદાભોય ટાટા હતું, જેમને આપણે સામાન્ય રીતે સર જેઆરડી ટાટા તરીકે જાણો છો.
વર્ષ 1925માં જેઆરડી ટાટાએ ટાટા ગૃપ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. 1932માં જેઆરડીએ ટાટા એરલાઈન્સની સ્થાપના કરી, જે પાછળથી એર ઈન્ડિયા તરીકે જાણીતી થઈ હતી.
જે બાદ રતન ટાટાનો વારો આવે છે, રતન ટાટાનું પૂરું નામ રતન નવલ ટાટા છે. તેમના પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સૂની ટાટા હતું. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર, 1937ના રોજ થયો હતો. રતન ટાટાનો ઉછેર તેમના દાદી લેડી નવજબાઈ ટાટા દ્વારા થયો હતો.
આ પછી જિમી ટાટા આવે છે, જે નવલ ટાટા અને સૂની ટાટાના પુત્ર છે. તેઓ રતન ટાટાના નાના ભાઈ છે. જીમી ટાટા હાલ મુંબઈમાં રહે છે. ટાટા ગૃપમાં પણ તેમનો હિસ્સો છે. તેઓ પણ અપરિણીત છે.
આ પછી નવલ ટાટા અને સિમોન ટાટાના પુત્ર નોએલ ટાટા છે. રતન નવલ ટાટાના સાવકા ભાઈ છે. ધ હિન્દુના એક અહેવાલ મુજબ નોએલ ટાટા હાલમાં ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડ, ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન છે.
નોએલ ટાટા ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન પણ છે. નોએલ ટાટા 40 વર્ષથી ટાટા ગૃપ સાથે જોડાયેલા છે. નોએલ ટાટા સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.
હવે વાત કરીએ ટાટા ગૃપની ઉત્તરાધિકાર યોજના વિશે. હાલમાં, એન ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે. તેઓ 2017થી આ પદ પર છે.
જો ભવિષ્યના નેતૃત્વની વાત કરીએ, તો તેમાં નામ નોએલ ટાટા અને તેમના બાળકોનું છે. નોએલ ટાટાને ત્રણ બાળકો છે - માયા ટાટા, નેવિલ ટાટા અને લેહ ટાટા. આવનારા સમયમાં ટાટા ગૃપના સંભવિત ઉત્તરાધિકારી કોણ બની શકે છે?
માયા ટાટા કોણ છે? - 34 વર્ષીય માયા ટાટા હાલમાં ટાટા ગૃપ સાથે સંકળાયેલા છે. માયા ટાટાએ બેઝ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી ડિગ્રી મેળવી છે.
માયા ટાટાએ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે. ટાટાની નવી એપ લોન્ચ કરવામાં માયા ટાટા પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
નેવિલ ટાટા કોણ છે? - 32 વર્ષીય નેવિલ ટાટા થોડા વર્ષોથી ફેમિલી બિઝનેસમાં કામ કરી રહ્યા છે. નેવિલ ટાટાએ ટોયોટા કિર્લોસ્કર ગૃપની માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે. નેવિલ ટાટા સ્ટાર માર્કેટના વડા પણ છે, જે ટ્રેન્ટ લિમિટેડ હેઠળની અગ્રણી હાઇપરમાર્કેટ ચેઇન છે.
કોણ છે લેહ ટાટા? - લેહ ટાટા નોએલ ટાટાની સૌથી મોટી પુત્રી છે. તેણીએ મેડ્રિડ, સ્પેનની IE બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. 39 વર્ષીય લેહ ટાટાએ 2006માં ટાટા ગૃપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
લેહ ટાટા તાજ હોટેલ્સમાં આસિસ્ટન્ટ મેનેજર પણ હતા. લેહ ટાટા હાલમાં ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડમાં વાઇસ પ્રેસિડેન્ટ છે. નેતૃત્વની ભૂમિકા ગ્રહણ કરતા પહેલા તેમણે કંપનીમાં ઘણી ભૂમિકાઓ નિભાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
