તસવીરોના માધ્યમથી જાણો કોણ હતી સુનંદા પુષ્કર?
ગાંધીનગર, 18 જાન્યુઆરી: શશિ થરૂરની સાથે જ્યારે સુનંદા પુષ્કરના લગ્ન થયા હતા, ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં રહી હતી, તે પહેલાં કોઇ જાણતું ન હતું કે તે કોણ છે અને શું કરે છે. સુનંદા પુષ્કર અને શશિ થરૂર 22 ઓગષ્ટ 2010ના રોજ લગ્નગ્રંથિએ જોડાયા હતા.
આ લગ્ન કેરલમાં દક્ષિણ ભારતીય રિવાજ અનુસાર થયા હતા અને ત્યારબાદ દિલ્હીમાં શાનદાર રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું પરંતુ કોણ જાણતું હતું કે સાડા ત્રણ વર્ષ બાદ સુનંદા પુષ્કર આ દુનિયાને છોડીને જતી રહેશે.
સુનંદા પુષ્કર મૂળ કાશ્મીરના સોપોર જિલ્લાની રહેવાસી હતી પરંતુ આતંકવાદના લીધે તેનો પરિવાર જમ્મૂ આવીને રહેવા લાગ્યો હતો. સુનંદા પુષ્કરના પિતા સેનામાં ઓફિસર રહી ચૂક્યાં છે.
સુનંદા પુષ્કર 2005થી ટીકૉમ ઇન્વેસ્ટમેન્ટ કંપની સેલ્સ મેનેજર તરીકે કામ કરતી હતી. તે દુબઇની હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પણ જોવા મળતી હતી. આ પાર્ટી દરમિયાન તેમને શશિ થરૂર મળ્યા હતા.

સુનંદાના પ્રથમ લગ્ન
કાશ્મીર યૂનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરનાર સુનંદા પુષ્કરના પ્રથમ લગ્ન દિલ્હીમાં કામ કરનાર એક યુવક સંજય રૈના સાથે થયા હતા પરંતુ એક વર્ષ બાદ આ લગ્નજીવન ભાંગી પડ્યું હતું.

સુનંદાના બીજા લગ્ન કેરલના બિઝનેસમેન સાથે
ત્યારબાદ સુનંદા પુષ્કરે સુજીત મેનન સાથે લગ્ન કર્યા. કેરલના આ બિઝનેસમેનનો ધંધો દુબઇમાં હતો જેથી સુનંદા પુષ્કર પણ દુબઇ પહોંચી ગઇ હતી. સમય જતાં એક અકસ્માતમાં સુજીત મેનનું નિધન થઇ ગયું. સુજીત મેનન અને સુનંદા પુષ્કરને એક 17 વર્ષનો પુત્ર પણ હતો.

શશી થરૂરના ત્રીજા લગ્ન
બીજી તરફ શશિ થરૂરના આ ત્રીજા લગ્ન હતા. શશિ થરૂરના પ્રથમ લગ્ન કોલકત્તામાં 1977માં એક શિશિકા તિલોત્તમા સાથે થયા હતા. તિલોત્તમાએ જુડવા બાળકોને જન્મ આપ્યો. ત્યાર બાદ શશિ થરૂરે તિલોત્તમા સાથે છુટાછેટા લઇ લીધા હતા.

શશી થરૂરના બીજા લગ્ન કેનેડિયન સાથે
જ્યારે તે સંયુક્ત રાષ્ટ્ર સંધમાં કામ કરી રહી હતી, ત્યારે ત્યાં કાર્યરત કૈનેડી યુવતી ક્રિસ્ટા સાથે પ્રેમ કરી બેઠા. બંનેએ લગ્ન કરી લીધા પરંતુ ત્યારબાદ 2010માં શશિએ ક્રિસ્ટા સાથે છુટાછેટા લઇ લીધા અને પછી તેમને જીંદગીમાં આવી સુનંદા પુષ્કર પરંતુ સાડા ત્રણ વર્ષના લગ્નજીવન બાદ 17 જાન્યુઆરીએ મોડી રાત્રે સુનંદા પુષ્કરની મોતના સમાચારે બધાને ચોંકાવી દિધા.

પાર્ટીમાં શશિ થરૂર અને સુનંદાની મુલાકાત
સુનંદા પુષ્કર 2005થી ટીકૉમ ઇન્વેસ્ટમેન્ટ કંપની સેલ્સ મેનેજર તરીકે કામ કરતી હતી. તે દુબઇની હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પણ જોવા મળતી હતી. આ પાર્ટી દરમિયાન તેમને શશિ થરૂર મળ્યા હતા.

2010માં લગ્નગ્રંથિમાં જોડાયા
2010માં શશિ થરૂર અને સુનંદા પુષ્કરે લગ્ન કર્યા હતા. બંનેના આ ત્રીજા લગ્ન હતા. બીજી તરફ શશિ થરૂરના પ્રથમ લગ્ન તિલોત્તમા મુખર્જી સાથે થયા હતા, ત્યારબાદ તેમએન કેનેડાની ક્રિસ્ટા ઝાઇલ્સ સાથે લગ્ન કર્યા હતા.

સુનંદા પુષ્કર છુટાછેડા લેવાનું વિચારતી હતી
સુનંદા પુષ્કરે બુધવારે એક અંગ્રેજી સમાચાર પત્રને કહ્યું હતું કે તેમના પતિ શશિ થરૂરનું કોઇ પાકિસ્તાની પત્રકાર સાથે અફેયર છે. તે છુટાછેડા લેવાનું વિચારે છે. જો કે સમાચાર પત્રના જણાવ્યા અનુસાર શશિ થરૂરે કહ્યું હતું કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે અને હેક કર્યા બાદ તે એકાઉન્ટથી એક પાકિસ્તાની પત્રકારને કેટલાક ખોટા સંદેશા મોકલવામાં આવ્ય હતા, જેથી તેમના ફોલોવર્સ પરેશાન થઇ ગયા હતા. આ ટ્વિટ એક પાકિસ્તાની પત્રકાર મેહર તરાર સબંધિત હતી.

સુનંદાનો પાકિસ્તાની પત્રકાર પર આરોપ
પોતાની મોતના બે દિવસ પહેલાં શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરે પત્રકાર મેહર તરાર પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે (સુનંદા પુષ્કર) સારવાર કરાવવા માટે ત્રણ ચાર મહિના બહાર ગઇ હતી ત્યારે મેહર તરારે તેમના પતિની પાછળ પડી અને તેમના લગ્ન તોડવાનો પ્રયત્ન કર્યો.

શશિ થરૂરના લગ્નેત્તર સબંધ
સુનંદા પુષ્કરે એ પણ આરોપ લગાવ્યો હતો કે શશિ થરૂર આ પત્રકાર સાથે 'લગ્નેત્તર સબંધ' હતો અને એમપણ કહ્યું હતું કે તે 'લગ્ન જીવન તોડવાનો પ્રયત્ન કરશે.'

સુખી કપલ
સુનંદા પુષ્કરે પોતાની મોતના એક દિવસ પહેલાં દાવો કર્યો હતો કે શશિ થરૂર અને તે 'સુખી કપલ' છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
