કોણ હતો સંજીવ જીવા? લખનઉ કોર્ટમાં ગોળી મારીને કરાઇ હત્યા
માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં હત્યા કરવામાં આવી હતી. જે બાદ હવે ખુલ્લેઆમ હથિયારધારી બદમાશોએ લખનૌ સિવિલ કોર્ટની અંદર પશ્ચિમ યુપીના મોટા ગુનેગાર સંજીવ જીવાની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોર વકીલના સ્વાંગમાં કોર્ટ પહોંચ્યો હતો. ગેંગસ્ટર સંજીવ જીવા પર બીજેપી નેતા બ્રહ્મ દત્ત દ્વિવેદીની હત્યાનો આરોપ હતો અને તેને ટ્રાયલ માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ગોળી લાગવાથી જીવા ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા, જ્યારે ફાયરિંગમાં એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયો હતો.
સંજીવ મહેશ્વરી જેને સંજીવ જીવા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુઝફ્ફરનગરનો કુખ્યાત ગેંગસ્ટર હતો. શરૂઆતના દિવસોમાં તે દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો, પરંતુ બાદમાં તે જ દવાખાનાના માલિકનું અપહરણ કર્યું હતું.
આ ઘટના પછી, 1990 ના દાયકામાં, તેણે કોલકાતાના એક વેપારીના પુત્રનું અપહરણ કર્યું અને ખંડણી તરીકે બે કરોડની માંગણી કરી. ત્યારબાદ તે હરિદ્વાર નાઝીમ ગેંગમાં જોડાયો અને બાદમાં સતેન્દ્ર બરનાલા સાથે મિત્રતા કરી. પરંતુ તેને પોતે એક ગેંગ બનાવવાની ઈચ્છા હતી.
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના નજીકના સાથી સંજીવ મહેશ્વરી જીવા ભાજપના ધારાસભ્ય બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યા કેસમાં સહ-આરોપી હતા, જેમાં મુખ્તાર અંસારી પણ આરોપી છે. તે મુન્ના બજરંગીની નજીક હોવાનું પણ કહેવાય છે. જીવા મુખ્તાર અંસારી ઉપરાંત મુન્ના બજરંગી ભાટી ગેંગ માટે કામ કરતો હતો. તેની સામે લગભગ ત્રણ ડઝન કેસ નોંધાયેલા હોવાનું કહેવાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
