'બસ્તરના ટાઇગર' મહેન્દ્ર કર્માથી ડરતા હતા નક્સલીઓ
રાયપુર, 26 મે: છત્તીસગઢમાં કોંગ્રેસની રેલી પર 100થી નક્સલીઓના હુમલામાં વરિષ્ઠ નેતા મહેન્દ્ર કર્મા સહિત 27 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ મુદ્દે નક્સલીઓનો સૌથી મોટો નિશાનો મહેન્દ્ર કર્મા હતા. નક્સલીઓએ સૌથી પહેલાં કાફલાનો રોક્યો અને મહેન્દ્ર કર્માને કારમાંથી બહાર કાઢ્યા. તેમને થોડા દૂર લઇ ગયા અને ગોળીઓથી વિંધી નાખ્યાં.
આખરે એવું કયું કારણ હતું તે નક્સલીઓના નિશાના પર હતા? આ પ્રશ્ન દેશભરમાં ગૂંજી રહ્યો છે. તો ચાલો અમે તમને જણાવીએ મહેન્દ્ર કર્માના જીવન સફર વિશે જ્યાં આ પ્રશ્નનો જવાબ જરૂર મળશે. મહેન્દ્ર કર્મા છત્તીસગઢમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને 2004 થી 2008 સુધી તે વિપક્ષ નેતા રહ્યાં હતા. મહેન્દ્ર કર્માની આ ભૂમિકાથી નક્સલીઓને કોઇ વાંધો ન હતો, પરંતુ નક્સલીઓ વિરૂદ્ધ તેમનું અભિયાન હંમેશા ખટકતું રહ્યું હતું. 2005માં મહેન્દ્ર કર્માએ સલવા ઝુડૂમની સ્થાપના કરી હતી.
મહેન્દ્ર કર્મા બસ્તર જિલ્લાના રહેનાર આદિવાસી નેતા હતા. તેમનો જન્મ દંતેવાડાના દારોબોડા કર્મામાં થયો હતો. બસ્તરમાં અભ્યાસ કર્યો પછી જગદલપુરથી ગ્રેજ્યુએશન પુરૂ કર્યું. તેમને પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાથી કરી હતી. તે બસ્તરથી લોકસભાની ચૂંટણી અને દંતેવાડાથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તે છત્તીસગઢથી ઔદ્યોગિક વિકાસ મંત્રી રહી ચૂક્યાં છે.
1991માં જન જાગરણ અભિયાન ચલાવીને નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું. જોત જોતામાં તેમને સલવા ઝુડૂમની સ્થાપના કરી અને ત્યારથી તે નક્સલીઓના નિશાના પર આવી ગયા અને તેમને જેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. મહેન્દ્ર કર્માની સાથે છત્તીસગઢના લોકો જોડાઇ ગયા અને સંગઠન મજબૂત થતું ગયું.

રાજ્ય સરકારે તેને સ્પેશિયલ પોલીસ ઓફીસર્સના રૂપમાં માન્યતા આપી તો સંગઠનને વધુ મજબૂતી મળી ગઇ. પરંતુ 2008માં સલવા ઝુડૂમના કાર્યકર્તાઓ અને નક્સલીઓ વચ્ચે મૂઠભેડ થઇ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સલમા ઝુડૂમની માન્યતાને ખતમ કરવાનો આદેશ દિધો. ધીરે-ધીરે સલમા ઝુડૂમનું અસ્તિત્વ ફીકુ પડવા લાગ્યું અને બસ્તરનો વાધ સંપૂર્ણ રીતે કોંગ્રેસની પાર્ટી ગતિવિધિઓમાં વ્યસ્ત થઇ ગયા.
પરંતુ નક્સલીઓનો ગુસ્સો ઓછો થયો ન હતો. 8 નવેમ્બર 2012ના રોજ નક્સલીઓના લેંડમાઇન્સ પાથરીને ઘાતક હુમલો કર્યો ત્યારે તે બચી ગયા, પરંતુ 26 મે 2013ના રોજ જગદલપુરમાં થયેલા હુમલામાં કિસ્મતે તેમને સાથે ન આપ્યો અને નક્સલીઓએ બસ્તરના વાઘને ગોળીઓથી વિંધી નાખ્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
