લોકપાલ બિલ રાજ્ય સભામાં પાસઃ વાંચો, કોણે શું કહ્યું
નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ ભ્રષ્ટાચાર સામેના લોકપાલ બિલને આજે રાજ્યસભામાં મતદાન કરીને પાસ કરવામાં આવ્યું છે. જો કે આ તકે સમાજવાદી પાર્ટી તેનાથી દૂર રહ્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં આ બિલ પાસ થઇ ગયા બાદ અણ્ણા હજારેના ગામ રાલેગણ સિદ્ધિમાં જાણે કે ઉત્સવનો માહોલ સર્જાયો હોય તેવું જણાઇ રહ્યું છે. ત્યારે આ બિલ પાસ થઇ ગયા બાદ વડા પ્રધાને આ પગલાને ક ઐતિહાસિક અને સીમાચિહ્ન રૂપ ગણાવ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અણ્ણા હજારે દ્વારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદાને લઇને જન લોકપાલ બિલની માગ કરી હતી. જેને લઇને દેશમાં એક ક્રાન્તિકારી માહોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે અણ્ણા દ્વારા અનશન કરવામાં આવ્યા હતા. થોડાક સમય માટે આ લડાઇ સમી ગયા બાદ અણ્ણાએ ફરી લોકપાલ બિલની માગ સાથે રાલેગણ સિદ્ધિમાં અનશન શરૂ કર્યા હતા. ત્યારે આ વખતે સરકારે અણ્ણાના લોકપાલ બિલને મળતું આવતુ બિલ પાસ કરવાની ખાતરી દર્શાવી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ બિલ પાસ થવા અંગે કોણે શું કહ્યું છે.

વડા પ્રધાન મનમોહન સિંહ
આ અંગે વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે, લોકપાલ અને લોકાયુક્ત બિલ એ એક ઐતિહાસિક અને સીમાચિહ્ન પગલું છે. આ બિલ પાસ કરવા માટે સમર્થન આપનારા તમામ નેતાઓનો આભાર માનું છું.

કમલનાથ(સંસદીય બાબતોના મંત્રી)
તેમણે કહ્યું કે, આ એક ઐતિહાસિક દિવસ છે. ઘણી મહેનત બાદ આ બિલ પાસ થયું છે. તમામ પાર્ટીઓનો આભાર માનુ છુ. મને આશા છેકે લોકસભામાં પણ આ બિલ સર્વાનુમતે પાસ થઇ જશે. આ બિલની પ્રતિક્ષા દેશ છેલ્લા 46 વર્ષોથી કરી રહ્યો હતો.

કપિલ સિબ્બલ(કાયદા મંત્રી)
તેમણે કહ્યું કે, અમે નિર્ણય કર્યો હતો કે આ સત્રમાં બિલ પાસ કરીશું. રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ કરી હતી. અમે ઇચ્છતા હતા કે સર્વાનુમતે આ બિલ પાસ થઇ જાય. અમે દરેક શંકાનું સ્પષ્ટીકરણ આપ્યું. આ બધાન યોગદાનથી સંભવ થયું છે.

અણ્ણા હજારે(સામાજિક કાર્યકર)
તેમણે કહ્યું કે, કહ્યું કે, રાજ્યસભામાં આ બિલ પાસ કરવા બદલ હું તેમને અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે હવે લોકસભામાં પણ આ બિલ પાસ થઇ જશે. આ બિલ આવવાથી દેશમાંથી 50 ટકા ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. તેમણે કહ્યું કે કાલે લોકસભામાં આ બિલ પાસ થઇ જશે ત્યારે તેઓ પોતાના અનશન ખતમ કરી દેશે.

બલબીર પુંજ(ભાજપ)
ભાજપના બલબીર પુંજે કહ્યું કે આ ખુશીની વાત છે કે રાજ્યસભામાં લોકપાલ બીલ પાસ થઇ ગયું છે. હવે ટૂંક સમયમાં જ તેને લોકસભામાં પણ પાસ કરી દેવામાં આવશે.

જનાર્દન દ્વિવેદી(કોંગ્રેસ મહા સચિવ)
તેમણે કહ્યું કે, આજે સદનમાં વાતાવરણ સ્વાગતયોગ્ય હતું. લોકપાલ પર જે રીતે સહમતિ બની તે ઘણી જ સારી છે.

અરૂણ જેટલી(ભાજપ)
તેમણે કહ્યું કે, પાર્ટી તરફથી સુચવવામાં આવેલા તમામ સંશોધનોને બિલમાં સામેલ કરવામાં આવ્યા છે. જેટલીએ મે મુખ્ય વિરોધ વ્યક્ત કર્યા, તેમણે કહ્યું કે, લોકપાલ બિલમાં આરોપી પર રેડ પહેલા નોટીસનું પ્રાવધાન હટાવવામાં આવે અને લોકપાલ બિલમાં ધાર્મિક આધારે આરક્ષણનું પ્રાવધાન હટાવવામા આવે.

સીતારામ યેચુરી(સીપીએમ)
તેમણે લોકપાલ બિલનું સ્વાગત કરતા કહ્યું કે, આ બિલ ત્યારે જ સંભવ થયુ, જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં આંખો-આંખોમા ઇશારા થઇ ગયા. તેમણે બિલમાં કેટલાક વિરોધ જણાવ્યા. તેમણે કહ્યું કે, સીબીઆઇ હવે લોકપાલને આધીન છે, પરંતુ આ પ્રાવધાનમાં સુધારો કરવાની જરૂર છે. યેચુરીએ માંગ કરી છે કે સરકારી પૂંજીનો ઉપયોગ કરનારી ખાનગી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારની તપાસ પણ લોકપાલને આધીન આવે.

સતીશ મિશ્ર(બસપા)
બસપા તરફથી સતીશ મિશ્રએ લોકપાલ બિલનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી તરફથી આપવામાં આવેલા સંશોધનોને બિલમાં સામેલ કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
