maha kumbh 2025 : કોણ છે લાખોની નોકરી છોડીને સાધ્વી બનવા કુંભ પહોંચેલી ખુબસુરત એર હોસ્ટેસ ડિજા શર્મા?
maha kumbh 2025 : પ્રયાગરાજ મહાકુંભમાં આ વખતે યૂટ્યૂબર્સ અને ઈન્ફ્લૂએન્સર્સની ખુબ ચર્ચા છે. કુંભના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ વીડિયો વચ્ચે એક સુંદર સાધ્વીનો વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં પૂર્વ એર હોસ્ટેસ ડિજા શર્મા સાધ્વી બનવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે.

ડિજાનું તેમનું કહેવું છે કે તેણે ભૌતિક જીવનથી દૂરી બનાવવાનો નિર્ણય લીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે અને લોકો આ પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો ડિજા શર્માને મહાકુંભની બીજી વાયરલ ગર્લ ગણાવી રહ્યા છે.
વાયરલ એક વીડિયોમાં ડિજા શર્માએ કહ્યું કે, ભલે એયર હોસ્ટેસની નોકરી લાખોની હોય પણ જયારે મનથી શાંતિ ન મળે અને ધાર્મિક બાબતોમાં શાંતિ મળે તો માણસ એ જ રસ્તે આગળ વધે છે. ત્યાં પૈસાનો કોઈ અર્થ નથી, મનની શાંતિ મહત્વની છે.
હવે ડિજાનો આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે લોકો મોનાલિસા સાથે સાથે ડિજા શર્માની પણ ચર્ચા કરી રહ્યા છે.
ડિજા જણાવે છે કે, હું પહેલા એક એર હોસ્ટેસ હતી, પણ હવે કેટલાક વિષય પર સંશોધન કરી રહી છું. છ મહિના પહેલા મારી માતાનું અવસાન થયું. તે ખૂબ જ નાની ઉમરે ગયા, જેનાથી મને એક ઊંડો અનુભવ થયો કે જો આપણા પ્રિયજન સાથે ન હોય તો કમાણીનો કોઈ ખાસ અર્થ નથી.
ડિજાએ કહ્યું કે, માતાની મોત પછી મેં મારા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું અને આધ્યાત્મની તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો. હવે હું જીવનના ઊંડા અર્થને સમજવા અને આધ્યાત્મિક શાંતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છું.
મહાકુંભમાં સુંદર સાધ્વી તરીકે વાયરલ થયેલી હર્ષા રિછારિયા સાથે નામ જોડાતા ડિજા શર્માએ સાફ કહ્યું કે, હું ન તો હર્ષા રિછારિયાની બહેન છું અને ન બનવા માગું છું, કારણ કે તે એક અભિનેત્રી અને ઈન્ફ્લ્યુએન્સર છે. 31 વર્ષીય હર્ષા રિછારિયા ઉત્તરાખંડની છે અને વ્યવસાયે હોસ્ટ અને એન્કર છે.
તેણી નિરંજન અખાડા સાથે સંકળાયેલી છે. તેના મહાકુંભના વીડિયોને ખૂબ વ્યુઝ મળ્યા હતા. મહાકુંભમાં રથ પર બેસાડવાના વિવાદને કારણે પણ તેણી ચર્ચામાં રહી. ડિજાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
