કોણ છે શાહરૂખ ખાન? હું તેની ફિલ્મ પઠાણ વિશે કંઈ જાણતો નથી-હિમંતા બિસ્વા સરમા
આગામી 25 જાન્યુઆરીએ પઠાણ સિનેમાધરોમાં આવી રહી છે ત્યારે હાલ એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મ રેકોર્ડ તોડી રહી છે ત્યારે આ વિરોધ મુદ્દે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને પુછાયુ હતું.
છેલ્લા કેટલાક સમયથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ પઠાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થવાની તૈયારી છે ત્યારે કેટલાક કટ્ટર હિન્દુવાદી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મના એક ગીત બેશરમ રંગને લઈને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. ગુવાહાટીમાં પણ બજરંગ દળના કાર્યકરોએ થિયેટરમાં હુમલો કરી પોસ્ટરો ફાડ્યા હતા. તમામ ઘટનાઓ વચ્ચે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે.

આગામી 25 જાન્યુઆરીએ પઠાણ સિનેમાધરોમાં આવી રહી છે ત્યારે હાલ એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મ રેકોર્ડ તોડી રહી છે ત્યારે આ વિરોધ મુદ્દે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને પુછાયુ હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોણ છે શાહરૂખ ખાન? હું તેના વિશે કે તેની ફિલ્મ પઠાણ વિશે કંઈ જાણતો નથી. તેમણે આગળ કહ્યું કે બોલિવૂડ કલાકારો તરફથી વારંવાર ફરિયાદ કરવામાં આવે છે.
તેમણે આગળ કહ્યું કે, શાહરૂખ ખાને અમારો સંપર્ક કર્યો નથી. જો ફરિયાદ મળશે તો નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અહીં તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણની ભગવા બિકીનીને લઈને હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
સોંગ રિલીઝ થયા બાદથી ભગવા બિકીનીને લઈને બબાલ થઈ રહી છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અન્ય સંગઠનો ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. આ સિવાય અન્ય ઘણા હિંદુ સંગઠનોએ પણ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે.
હિમંતા બિસ્વા સરમાનું પહેલુ નિવેદન નથી, તે અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસને લવ જેહાદ સાથે જોડીને વિવાદ ઉભો કર્યો હતો. તેમને કહ્યું હતું કે તે લોકો અમારી બહેનો અને દીકરીઓ સાથે અન્યાય કરે છે. તેઓ સમજાવટથી તેમનું ધર્માંતરણ કરે છે અને જો તેઓ સંમત ન હોય તો મારી નાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
