જેમને કિંગ મેકર કહેવામા આવી રહ્યા હતા તે ખુદ બનવા જઈ રહ્યા છે 'કિંગ'
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી થઇ રહી છે, પરંતુ પરિણામની તસવીર લગભગ સાફ થઇ ગઇ છે. ભાજપ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે, પરંતુ ભાજપ જાદૂઈ આંકડાથી થોડે દૂર છે.
બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી થઇ રહી છે, પરંતુ પરિણામની તસવીર લગભગ સાફ થઇ ગઇ છે. ભાજપ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે, પરંતુ ભાજપ જાદૂઈ આંકડાથી થોડે દૂર છે. બીજા અને ત્રીજા નંબરની જેડી-એસ છે, જેમને કિંગમેકર કહેવામા આવી રહ્યા હતા, તેઓ હવે કિંગ બનવા જઇ રહ્યા છે. કોંગ્રેસે મોટો દાવ રમીને ત્રીજા નંબરની પાર્ટી જનતા દળ - સેક્યુલરને સીએમ પદ ઑફર આપીને ખુલ્લા સમર્થનની જાહેરાત કરી દીધી છે. ભાજપ 107 સીટ જીતી રહી છે અને બહુમતના આંકડાથી 5 સીટ દૂર છે. બીજી તરફ કોંગ્રેસની 75 અને જેડી-એસની 38 સીટ મળી જાય તો બહુમતના આંકડા 112થી એક સીટ વધુ થઇ જાય છે. એવામાં જેડી-એસે માત્ર ભાજપ જ નહીં કોંગ્રેસની પણ ગેમ બગાડીને સૌથી નાની પાર્ટી હોવા છતાં સીએમ પદને લઈને કર્ણાટકમાં સરકાર બનાવતી જણાઈ રહી છે. આ પહેલી વખત નથી બની રહ્યું જ્યારે નાની પાર્ટી જેડી-એસે મોટી-મોટી ગેમ બગાડી હોય. પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડી-એસ પહેલા પણ કેટલાય કમાલ કરી ચૂકી છે.

રાજનીતિમાં નિપૂણ છે દેવગૌડા
કિંગમેકરની ભૂમિકામાં નિપૂણ દેવગૌડા નિપૂણ છે. પીએમ પદ ગુમાવ્યાના 7 વર્ષ બાદ 2004માં કર્ણાટક વિધાનસભામાં ચૂંટણી થઇ હતી. તમને જાણીને દંગ રહી જશો કે એ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બીજેપી હતી, જેની પાસે કુલ 79 સીટ હતી. બીજા નંબર પર કોંગ્રેસ હતી જેમની પાસે 65 સીટ હતી. ત્રજા નંબરની પાર્ટી જેડી-એસ હતી જેમણે 58 સીટ જીતી હતી. એ વખતે જેડી-એસએ કોંગ્રેસને મજબૂર કરી દીધી હતી, જેને કારણે એન ધરમ સિંહને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા, જ્યારે પાર્ટી એસએમ કૃષ્ણાને સીએમ બનાવવા માગતી હતી.

કોંગ્રેસ જ નહીં, ભાજપને પણ ટક્કર આપી ચૂક્યા છે દેવગૌડા
જેડીએસ માત્ર કોંગ્રેસને દબાવમાં રાખવા પૂરતી જ સીમિત નથી. આ રાજનૈતિક કિસ્સાએ વધુ રસપ્રદ મોડ લીધો. કોંગ્રેસની સાથે સરકાર બનાવતા સમયે જેડી-એસએ તર્ક આપ્યું હતું કે તે સાંપ્રદાયિક તાકાતને સત્તાની બહાર રાખવા માગે છે, પરંતુ બે વર્ષ સરકાર ચલાવ્યા બાદ જેડી-એસએ પલટી મારી લીધી. પરીણામ સ્વરૂપ દેવગૌડાના દીકરા એચડી કુમારસ્વામી કર્ણાટકના સીએમ બની ગયા. જેડી-એસએ ભાજપની સાથે સીએમ રોટેશનની ફોર્મ્યુલા બનાવી, જે અંતર્ગત 2007 સુધી કુમારસ્વામી કર્ણાટકના સીએમ રહ્યા. બાદમાં ભાજપના બીએસ યેદુરપ્પાની મુખ્યમંત્રી બનવાનો વારો આવ્યો તો જેડી-એસએ તેમને રસ્તો આપવાનો સાફ ઇનકાર કરી દીધો.

દીકરા માટે દેવગૌડાએ સિદ્ધરામૈયાની બલી આપી
2004ની જ આ ઘટના છે. સિદ્ધરામૈયા જે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના સીએમ છે, ક્યારેક જેડી-એસમાં દેવગૌડાની પાર્ટીના સભ્ય હતા. એટલું જ નહીં, ધરમ સિંહની સરકારમાં સિદ્ધરામૈયા ડેપ્યૂટી સીએમના પદ પર તહેનાત હતા. એ સમયે કર્ણાટકમાં જેડી-એસ અને કોંગ્રેસની મિલીજુલી સરકાર હતી. પરંતુ એક વર્ષ બાદ જ દેવગૌડાએ સિદ્ધરામૈયા પર ગેરરિતીનો આરોપ લગાવીને તેમને હટાવી દીધા. હકીકતમાં દેવગૌડાને ડર હતો કે સિદ્ધરામૈયા ક્યાંક કુમારસ્વામી માટે પડકાર ન બની જાય. જો કે બાદમાં સિદ્ધરામૈયાએ કોંગ્રેસ જોઈન કરી લીધું અને સીએમ બનવાનું સપનું પૂરું થઇ ગયું.

કર્ણાટકમાં આવો રહ્યો એમનો રેકોર્ડ
2013ના ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો આમાં જેડી-એસને 40 સીટ મળી હતી. ગત ચૂંટણીમાં પાર્ટીના વોટ શેર 20 ટકાથી થોડો વધુ રહ્યો. 2008ની ચૂંટણીમાં જેડીએસએ 28 સીટ જીતી હતી. જો કે વોટ શેરમાં વધુ અંતર ન હતો, પરંતુ 18.96 ટકાની સાથે ઘટાડો જરૂર નોંધાયો હતો. 2004ની ચૂંટણીમાં જેડીએસએ 59 સીટ પર કબજો જમાવ્યો હતો અને એમના વોટશેર 20 ટકાની આસપાસ હતો. 1999ની ચૂંટણીમાં પાર્ટીએ માત્ર 10 સીટ જીતી અને તેમનો વોટશેર 10 ટકાની આસપાસ રહ્યો હતો.

કર્ણાટકમાં જેડી-એસની તાકાત
2018 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો માયાવતીને સાથે રાખીને જેડી-એસએ આ ચૂંટણી લડી છે. કર્ણાટકમાં લગભગ 24 ટકા દલિત છે. કર્ણાટકમાં જેડી-એસની સૌથી મોટી તાકાત વોક્કાલિગા સમુદાય છે. જેમની વસતી 12 ટકા છે. ગોલ્ડ મસૂરી ક્ષેત્રમાં તેમનો સારોએવો પ્રભાવ છે. 224 સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં લગભગ 53 સીટ એવી છે જ્યાં વોક્કાલિગા સમુદાયનો પૂરો પ્રભાવ પડે છે. ગયા વખતે કોંગ્રેસે અહીં 25 સીટ પર જીત મેળવી હતી, જ્યારે જેડી-એસને 23 સીટ જીતવામાં સફળતા મળી હતી. આ વિસ્તારમાં માત્ર 2 સીટ જીતીને જ ભાજપે સંતોષ માનવો પડ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
