ખૂબસૂરતીને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી બિરલા સામ્રાજ્યની ઉત્તરાધિકારી અનન્યા બિરલા કોણ છે?
બિરલા ગ્રુપની ઉત્તરાધિકારી અનન્યા બિરલાની આ દિવસોમાં ખુબ ચર્ચા છે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થયા બાદ હવે તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
આ દિવસોમાં ભારતનું અગ્રણી બિઝનેઝ ગ્રુપ આદિત્ય બિરલા ગ્રુપ ચર્ચામાં છે. હાલમાં જ કુમાર મંગલમ બિરલાએ તેના ઉત્તરાધિકારી તરીકે તેની પુત્રી અનન્યા અને પુત્ર આર્યમાનને કંપનીમાં સામેલ કર્યા છે. હવે બિરલા ગ્રુપના ભવિષ્ય સાથે સાથે અનન્યા બિરલાની ખૂબસૂરતીની પણ ખુબ ચર્ચા થઈ રહી છે.


અનન્યા બિરલા કુમાર મંગલમ બિરલાની પુત્રી છે
અનન્યા બિરલા હાલના બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી છે અને હવે બિરલા સામ્રાજ્યની ઉત્તરાધિકારી પણ માનવામાં આવી રહી છે. હાલમાં જ ભાઈ બહેનને કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરમાં સામેલ કર્યા છે.

અનન્યા ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણી છે
અનન્યા બિરલાએ મુંબઈની અમેરિકન સ્કૃલ ઓફ બોમ્બેમાંથી શરૂઆતનું શિક્ષણ લીધુ છે. અનન્યાએ શરૂઆતી શિક્ષણ મુંબઈમાંથી લીધા બાદ ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી પોતાનું શિક્ષણ પુરૂ કર્યુ છે.

અનન્યા જાણીતી આર્ટિસ્ટ છે
અનન્યા બિરલાની ઓળખ માત્ર બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી છે એટલી જ નથી. તે રિયલ લાઈફમાં એક જાણીતી આર્ટિસ્ટ છે. તેને કવિતાઓ અને સંગીતમાં ઉંડો રસ છે. તેના ઘણા મ્યૂઝિક વીડિયો પણ આવી ચુક્યા છે.

અનન્યા બિરલા ખૂબરસૂરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે
અનન્યા ખૂબ જ સ્ટાઇલિશ છે. 28 વર્ષની અનન્યા બિરલા ખૂબરસૂરતી અને સ્ટાઈલમાં બોલિવૂડની હિરોઈનોને માત આપે છે. તેની ફેશન સેન્સ અદભૂત છે અને તેનું પ્રમાણ એ છે કે, અનન્યાએ વોગ જેવા ઘણા ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે.

અનન્યાના ઘણા મ્યૂઝિક આલ્બમ રિલિઝ થઈ ચુક્યા છે
અનન્યાના ઘણા મ્યૂઝિક આલ્બમ રિલિઝ થઈ ચુક્યા છે. અનન્યાની મોટી ફેન ફોલોઈંગ છે અને તેના મ્યૂઝિક શો પણ ખુબ પોપ્યૂલર રહે છે. ફેન્સ તેના અંદાજના દિવાના છે.

અનન્યાને બિઝનેસની સારી સમજ છે
અનન્યા માત્ર આર્ટ જ નહીં પરંતુ બિઝનેસને પણ સારી રીતે સમજે છે. અનન્યાએ નાની ઉંમરે ગ્રામીણ મહિલાઓની સમસ્યાઓ માટે સ્વતંત્ર નામની કંપની બનાવી હતી. આ કંપનીનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને નાણાકીય અને બિન-નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
