કતારની જેલમાંથી મુક્ત કરાયેલા 8 નૌકાદળના પૂર્વ સૈનિકો કોણ છે? ભારતની રાજદ્વારી જીતની ચારે તરફ ચર્ચા
Indian Navy Veterans: ભારતને એક મોટી રાજદ્વારી જીત મળી છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કતારમાં ફાંસીની સજા મેળવેલ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી સાત લોકો ભારત પરત ફર્યા છે.
આ તમામ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના નૌસૈનિકોને કતારની અદાલતે જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે (12 ફેબ્રુઆરી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઠ ભારતીય નાગરિકોમાંથી સાત પહેલાથી જ ભારત પરત ફર્યા છે.

ભારતની વિનંતી પર કતારે તેમની સજાને પહેલાથી જ આજીવન કેદમાં ફેરવી દીધી હતી. પરંતુ હવે તમામને મુક્ત કરવામાં આવ્યા છે. ભારત પરત ફરેલા તમામ સાત પૂર્વ નૌસૈનિક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
Who are the 8 Indian Navy veterans? 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિક કોણ છે?
કતાર જેલમાંથી મુક્ત થયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોના નામ છે કેપ્ટન નવતેજ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, અમિત નાગપાલ, એસકે ગુપ્તા, બીકે વર્મા, સુગુનાકર પાકલા અને નાવિક રાગેશ. આ તમામ 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકને ઓગસ્ટ 2022માં અજાણ્યા આરોપો પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જે બાદ ઓક્ટોબર 2023માં તેમને જાસૂસીના આરોપમાં મોતની સજા ફટકારવામાં આવી હતી.
ગયા વર્ષે 28 ડિસેમ્બરે, કતારની અપીલ કોર્ટે ભારત સરકારની વિનંતીને પગલે મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો હતો. જે પછી દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ સાથે કામ કરતા આઠ લોકોને ત્રણ વર્ષથી લઈને 25 વર્ષ સુધીના વિવિધ સમયગાળા માટે જેલની સજા ફટકારવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્ણેન્દુ તિવારીને 25 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી જ્યારે રાગેશને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ચાર ભૂતપૂર્વ નેવી અધિકારીઓને 15 વર્ષની જેલની સજા અને અન્ય બેને 10 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યુ કે દોહા સ્થિત અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ, એક ખાનગી કંપની, કતારના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.
આ આઠ નિવૃત્ત સૈનિકોમાંથી, કેપ્ટન નવતેજ ગિલને શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રપતિનો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. કેપ્ટન નવતેજ ગિલ જ્યારે નેવલ એકેડેમીમાંથી સ્નાતક થયા અને બાદમાં તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજમાં પ્રશિક્ષક તરીકે સેવા આપી ત્યારે તેમને આ સન્માન પ્રાપ્ત થયું.
#WATCH | Delhi: One of the Navy veterans who returned from Qatar says, "It wouldn't have been possible for us to stand here without the intervention of PM Modi. And it also happened due to the continuous efforts of the Government of India." pic.twitter.com/bcwEWvWIDK
— ANI (@ANI) February 12, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
