Mob Lynching પર સીએમે કહ્યું, મારો ચહેરો જુઓ, હું કેટલો ખુશ છું
ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ ફરી એકવાર વિવાદોમાં આવી ગયા છે. ખરેખર પ્રદેશમાં જે રીતે અલગ અલગ જગ્યાઓ પર ભીડ ઘ્વારા લોકોને મારવાની ખબરો સામે આવી રહી છે.
ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ ફરી એકવાર વિવાદોમાં આવી ગયા છે. ખરેખર પ્રદેશમાં જે રીતે અલગ અલગ જગ્યાઓ પર ભીડ ઘ્વારા લોકોને મારવાની ખબરો સામે આવી રહી છે તેના વિશે જયારે પત્રકારો ઘ્વારા સીએમ પાસે જવાબ માંગવામાં આવ્યો. ત્યારે તેમને કહ્યું કે ત્રિપુરામાં ખુશીની લહેર છે અને તમે પણ આ લહેરની મજા લેવા માંગશો. તમારે પણ ખુશ થવું જોઈએ, મારો ચહેરો જુઓ, હું કેટલો ખુશ છું. ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ ઘ્વારા આપવામાં આવેલા આ નિવેદન પછી તેઓ ફરી એકવાર લોકોના નિશાને આવી ચુક્યા છે.

નિવેદન આપ્યા પછી સફાઈ આપી
ત્રિપુરા સીએમ બિપ્લવ દેબ ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પછી ત્રિપુરા સરકારે આ મામલે સફાઈ આપતા કહ્યું કે મુખ્યમંત્રીના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. આ બાબતે ગુરુવારે એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે ત્રિપુરા સીએમ બિપ્લવ દેબનું આ નિવેદન હાલમાં જ અગરતલામાં આવેલા મહારાજ બિર બિક્રમ માણિક્ય કિશોર એરપોર્ટના ફરીથી નામકરણ દરમિયાન આપવામાં આવ્યું હતું. તેમનું આ નિવેદન મોબ લિંચિંગ જેવા ગંભીર મુદ્દા સાથે જોડી દેવામાં આવ્યું છે.

ત્રણ લોકોની હત્યા થઇ ચુકી છે
આપણે જણાવી દઈએ કે છેલ્લા 8 દિવસોમાં ત્રિપુરામાં અલગ અલગ જગ્યાઓ પર અફવાહોને કારણે ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. આ લોકોની હત્યા બાળકોનું અપહરણ કરવાની અફવાહોને કારણે કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આ અફવાહો ખતમ કરવા માટે સરકાર તરફથી જે વ્યક્તિએ અભિયાન ચલાવ્યું હતું તેનો પણ 28 જૂને હત્યા કરી દેવામાં આવી.

પહેલા પણ આપી ચુક્યા છે વિવાદિત નિવેદન
મહાભારત કાળથી ઈન્ટરનેટ અને સેટેલાઇટ સુવિધા ઉપલબ્ધ હતી. સંજયે ધુતરાષ્ટ્ર ને મહાભારતનો આંખે જોયેલો હાલ બતાવ્યો. જેનાથી સાબિત થાય છે કે મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ સુવિધા ઉપલબ્ધ હતી.

ડાયના હેડન પર વિવાદિત નિવેદન
મુખ્યમંત્રી બિપ્લવ દેવે કહ્યું કે આજે મહિલાઓ સુંદરતા માટે બ્યૂટી પાર્લર પર નિર્ભર છે જ્યારે ભારતીય મહિલાઓ આવું નથી કરતી. 1997 માં મિસ ઈન્ડિયા વર્લ્ડ બનેલી ડાયેના હેડનને તેઓ આને લાયક નથી સમજતા અને કહે છે કે શું તમને લાગે છે કે તે આના લાયક હતી. બિપ્લવ દેવે કહ્યું કે સૌદર્ય પ્રતિયોગીતાઓના આયોજક આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ માફિયા પહેલા છોકરીઓને ભરતી કરે છે અને પછી તેમને રેમ્પ પર ચલાવે છે. અહીં પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે કે કોને એવાર્ડ આપવાનો છે.

મેકેનિકલ એન્જીનીયર ને સલાહ
આ પહેલા બિપ્લવ દેવ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેકેનિકલ એન્જીનીયરે સિવિલ સેવામાં નહીં જવું જોઈએ. જયારે સિવિલ એન્જીનીયર સિવિલ સેવામાં જઈ શકે છે. તેમને જણાવ્યું કે પહેલા આર્ટસમાં અભ્યાસ કરનાર લોકો જ સિવિલ સેવા પરીક્ષામાં બેસતા હતા, પરંતુ હવે ડોક્ટર અને એન્જીનીયર પણ બેસી રહ્યા છે. બિપ્લવ દેવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સિવિલ એન્જીનીયર પાસે સમાજને સારું નિર્માણ કરવાનું જ્ઞાન હોય છે.

75 હજારની લોનથી દર મહિને 25 હજારની કમાણી
મુખ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવા પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 75 હજારની લોન લઈને દર મહિને 25 હજારની કમાણી કરી શકે છે. તેમને જણાવ્યું કે લોકોની એવી સોચ છે કે ગ્રેજ્યુએટ ખેતી નહીં કરી શકે, મરઘીઓ નહીં ઉછેરી શકે કારણકે તેમને સ્તર નીચે ચાલ્યું જશે. તેમને આગળ જણાવ્યું કે સતત વિકાસ માટે આવી યોજના અગત્યની ભૂમિકા નિભાવે છે.

પાનની દુકાન લગાવે
યુવાનો ઘણા વર્ષોથી રાજનીતિક દળો અને સરકારી નોકરી પાછળ પડ્યા છે. તેઓ પોતાના જીવનનો અગત્યનો સમય સરકારી નોકરીની શોધમાં ભટકીને બરબાદ કરી રહ્યા છે. પરંતુ તે યુવાન સરકારી નોકરીની તલાશ કરવાને બદલે પાનની દુકાન લગાવે તો તેના બેંક એકાઉન્ટમાં અત્યારે 5 લાખ રૂપિયા આવી જાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
