લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું "ચોકીદારી છોડી દો મોદીજી!"
કોગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લોકસભામાં ચાલી રહેલી મોંધવારી ચર્ચા પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. અને સાથે જ મોદી સરકારને આડે હાથે લેવાનો એક પણ મોકો નહતો છોડ્યો. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે મોદીજી કહેતા હતા કે "માં બેટા રોઇ રહ્યા છે, રાતે ખાલી પેટે સૂઇ રહ્યા છે" ત્યારે આજે આવું કહેનારા મોદીને મોંધવારી આટલી વધવા છતાં લોકોના આંસુ કેમ નથી દેખાતા?
એટલું જ નહીં રાહુલ ગાંધીએ યુપીએ સરકારના સમયે દાળ અને શાકભાજીના માર્કેટ રેટનું અંતર પણ જણાવ્યું. અને સાથે મોદીજીના જૂના ભાષણોને યાદ કરીને ચોટદાર ટિપ્પણીઓ પણ કરી. તેમણે કહ્યું કે ભલે મોદી સરકાર તેમના વેપારી મિત્રોને મદદ કરે પણ સાથે જ ખેડૂતોને પણ મદદ કરે તો સારું રહેશે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધીએ કયા કયા મુદ્દા મોંધવારી મામલે ઉઠાવ્યા તે વિષે વિગતવાર જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ટામેટા, દાળોના ભાવ
તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં એમએસપી અને માર્કેટ પ્રાઇસમાં 30 રૂપિયા અંતર હતું. અને આજે આ અંતર 130 રૂપિયા થઇ ગયું છે. આજે ટમેટા, તુવેરદાળના ભાવ આકાશ આંબી રહ્યા છે. અને ઘર ચલાવતી મહિલાઓને ઘર કેવી રીતે ચલાવવું તે સમજાતું નથી!

મોદીજી, ચોકીદાર!
વધુમાં મોદી પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે ચૂંટણી વખતે મોદીજી કહેતા હતા મારે વડાપ્રધાન નથી બનવું મારે ચોકીદાર બનવું છે. પણ હવે જ્યારે તે ચોકીદાર બની ગયા છે ત્યારે તેમની નાક નીચેથી દાળની ચોરી થઇ રહી છે. ત્યારે ચોકીદાર કેમ ચૂપ છે?

મેક ઇન ઇન્ડિયા
રાહુલે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા હેઠળ એક પણ યુવકને રોજગાર નથી આપવામાં આવ્યો. ત્યાં તો તમે મોટી મોટી વાતો કરી શકો છો પણ મોંધવારી બાબતે તમે આવું નથી કરી શકતા કારણ કે અહીં બધાને ભાવ ખબર છે.

ઉદ્યોગપતિઓની લોન
વધુમાં રાહુલે કહ્યું કે તમે ભલે ઉદ્યોગપતિઓને લોન માફ કરો પણ ગરીબ વ્યક્તિ અને ખેડૂતો માટે પણ કંઇક કરો.

તારીખ આપો મોદીજી?
વધુમાં રાહુલે કહ્યું કે સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડ અપ પર તમે ભલે કંઇ પણ કરો પણ એક તેવી તારીખ આપો મને જે કહે કે આ તારીખે દાળ અને શાકભાજીના ભાવ ઓછા થઇ જશે? છે તમારી પાસે આવી કોઇ તારીખ?

અડદ મોદીજી
ભાષણના અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજ કાલ ગામડા અને શહેરોમાં એક નવો નારો ચાલી રહ્યો છે "હર હર મોદી, અરહર અરહર મોદી...ધન્યવાદ!"
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
