બોમ્બે બ્લડ ગ્રુપ શું છે? જેની એક અઠવાડિયામાં હોસ્પિટલોમાં માંગ વધી ગઈ
અત્યંત દુર્લભ 'બોમ્બે બ્લડ ગ્રુપ' ની માંગ મુંબઈની હોસ્પિટલોમાં અચાનક વધી ગઈ છે. ગયા અઠવાડિયે, મુંબઈની નાયર હોસ્પિટલમાં 5 દર્દીઓ માટે આ બ્લડ ગ્રુપની માંગ બહાર આવી હતી.
અત્યંત દુર્લભ 'બોમ્બે બ્લડ ગ્રુપ' ની માંગ મુંબઈની હોસ્પિટલોમાં અચાનક વધી ગઈ છે. ગયા અઠવાડિયે, મુંબઈની નાયર હોસ્પિટલમાં 5 દર્દીઓ માટે આ બ્લડ ગ્રુપની માંગ બહાર આવી હતી. હિન્દુજા, જે.જે. અને ટાટા હોસ્પિટલમાં ઉપરોક્ત બ્લડ ગ્રુપની જરૂર છે. દેશભરમાં આ દુર્લભ બ્લડ ગ્રુપના માત્ર 292 સભ્યો છે, જે જરૂર પડે ત્યારે રક્તદાન કરે છે.

અત્યાર સુધી, મુંબઇમાં આ દુર્લભ બ્લડ ગ્રુપની માંગ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરના દર્દી અને નાયર હોસ્પિટલમાં દાખલ મહિલા માટેની છે. અધિકારીઓ સાંગલીથી મુંબઇ સુધી એક બ્લડ યુનિટ લાવવાની તૈયારી કરી રહ્યા છે. નાયર હોસ્પિટલમાં મહિલા દર્દીની હાલત વધુ બગાડી ગઈ હતી અને તેનું હિમોગ્લોબિન કાઉન્ટ 2 સુધી પહોંચી ગયું હતું. સામાન્ય રીતે, હિમોગ્લોબિન કાઉન્ટ 12 કે તેથી વધુ હોય છે.
ત્યારબાદ બે દાતાઓનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ દર્દીની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, ત્યારબાદ ત્રીજા દાતાની શોધખોળ શરૂ થઈ. વિનય શેટ્ટીએ કહ્યું કે મહિલાની હાલત ગંભીર છે, અમને વધુ રક્તદાતાઓની જરૂર પડશે. જે.જે. મહાનગર બ્લડ બેંકના અધિકારીએ જણાવ્યું કે, આ બ્લડ ગ્રુપનું લોહી મળતું નથી અને તેને એકત્રિત કરવામાં સમય લે છે. જ્યારે જરૂર હોય ત્યારે જ અમે દાતાઓનો સંપર્ક કરીએ છીએ.
બોમ્બે બ્લડ ગ્રુપ શું છે?
બોમ્બે બ્લડ ગ્રુપ એ એક દુર્લભ બ્લડ ગ્રુપ છે જે 7,600 થી વધુ લોકોમાં જોવા મળે છે. તેની ઓળખ સૌ પ્રથમ 1952 માં એક ડોક્ટર વાય.એમ.ભેંડે દ્વારા મુંબઇમાં કરવામાં આવી હતી, ત્યારબાદ પછીથી તેનું નામ બોમ્બે બ્લડ ગ્રુપ રાખવામાં આવ્યું હતું. થિંક ફાઉન્ડેશનના એનજીઓનાં વિનય શેટ્ટીના જણાવ્યા મુજબ, આ બ્લડ ગ્રૂપના દેશભરમાં 350 દર્દીઓ છે, પરંતુ કટોકટીમાં રક્તદાન કરવા માટે ફક્ત 30 સક્રિય દાતાઓ ઉપલબ્ધ છે, અને તેમાંય બોમ્બે બ્લડ ગ્રુપ નેગેટિવ ખુબ ઓછા લોકોમાં જોવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાત: સગાઈ પછી યુવતીએ લગ્નની ના પાડી, તો ચોથા માળેથી કૂદયો યુવક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
