એવુ તો શું થયું કે સોસાયટી બહાર “નો કિસિંગ ઝોન”નું બોર્ડ લગાવવુ પડ્યુ?
વિચારો કે તમે કોઈ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા છો અને તમને ત્યાં 'NO KISSING ZONE' લખેલુ બોર્ડ વાંચવા મળે તો? આ કોઈ કલ્પના નથી, વાસ્તવમાં આવુ બન્યુ છે.
વિચારો કે તમે કોઈ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા છો અને તમને ત્યાં 'NO KISSING ZONE' લખેલુ બોર્ડ વાંચવા મળે તો? આ કોઈ કલ્પના નથી, વાસ્તવમાં આવુ બન્યુ છે. આ વાત મુંબઈની એક સોસાસટીની છે. ઘટના કંઈક એવી છે કે મુંબઈના બોરીવલીમાં એક સોસાયટી આવેલી છે. આ સોસાયટીનું નામ છે સત્યમ સુંદરમ સોસાયટી, આ સોસાયટી પાસેથી પસાર થાઓ તો તમને NO KISSING ZONE લખેલા બોર્ડ લખેલા જોવા મળે. આ સોસાયટીના લોકો પ્રેમી યુગલોથી એવા પરેશાન થયા કે તેમને સોસાયટી અને આસપાસ NO KISSING ZONE ના બોર્ડ લગાવી દીધા.

સ્થાનિકો અનુસાર, આ સોસાયટી બહાર લોકડાઉનમાં કપલ ટાઈમ સ્પેન્ડ કરવા આવવા લાગ્યા. આ પ્રેમી યુગલ એકબીજાને કિસ પણ કરતા, આમ જાહેરમાં કિસ કરતા કપલ તેમને આપત્તિજનક લાગ્યા. જે બાદ સ્થાનિકોએ સોસાયટી આસપાસ રોડ પર NO KISSING ZONE ના બોર્ડ લગાવી દીધા.
સ્થાનિકો જણાવી રહ્યા છે કે બોર્ડ લગાવ્યા બાદ હવે પ્રેમી યુગલોનું આવવાનું ઓછુ થયુ છે. બીજી તરફ સ્થાનિકો એ પણ જણાવી રહ્યા છે કે પોલીસને જાણ કરવા છત્તા પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આ બોર્ડ લગાવવા પડ્યા છે. સ્થાનિકોઓ આ પ્રોબ્લેમથી છુટકારો મેળવવા પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરને વીડિયો બનાવીને મોકલ્યા હતા, જો કે સમસ્યાનું સમાધાન ન થતા આખરે બોર્ડ લગાવવા મજબુર બન્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
