Shankaracharya On Narendra Modi : હિન્દુત્વ મુદ્દે શંકરાચાર્યએ મોદીની ઝાટકણી કાઢી
Shankaracharya On Narendra Modi : નરેન્દ્ર મોદીના હિન્દુત્વને લઈને વારંવાર નિવેદનો આપનારા ઉત્તરાખંડના જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ હવે ફરીથી નરેન્દ્ર મોદીને હિન્દુત્વ મુદ્દે આકરા વેણ કહ્યાં છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક મોટી વાત કહેતા કહ્યું કે, અંગ્રેજી તારીખે જન્મદિવસ ઉજવનાર કોઈપણ વ્યક્તિને અમે હિંદુ માનતા નથી, કારણ કે હિંદુ દેવી-દેવતાઓની જન્મતારીખ અંગ્રેજી તારીખથી નથી બની.

એક ઇન્ટરવ્યુમાં અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્યએ કહ્યું કે, જે કોઈ બ્રિટિશ તારીખે પોતાનો જન્મદિવસ ઉજવશે, કાં તો તેની માતા અંગ્રેજ હશે અથવા તેના પિતા અંગ્રેજ હશે. તેથી જ અમે અંગ્રેજી તારીખ સાથે ઉજવણી કરનારા લોકોને ન તો શુભેચ્છા પાઠવીએ છીએ અને ન તો કોઈ ચર્ચા કરીએ છીએ.
ગૌહત્યા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, અમારે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર એક જ પ્રશ્ન પૂછવો છે કે તમે હિન્દુ છો, તમારી પાસે સત્તા છે અને તમે સિંહાસન પર બેઠા છો. તમે હિંદુઓના વોટ લઈ લીધા છે. તમે ગાયના વાછરડાને સંભારતા જોવા મળો છો. આમ છતાં શું કારણ છે કે પીએમ ગૌહત્યા બંધ નથી કરી રહ્યા? શું દબાણ છે તેને જાહેર કરો અથવા હિંદુ-હિંદુનું નાટક છોડો.
સ્વામી મુક્તેશ્વરાનંદે કહ્યું કે, ભાજપ છેલ્લા 16 વર્ષથી દેશમાં સત્તામાં છે, જેમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ સામેલ છે. આ સ્થિતિમાં શું કારણ છે કે તમે ગૌહત્યા કેસમાં વિલંબ કરી રહ્યા છો? હું પીએમ મોદીને પૂછવા માંગુ છું અને વડાપ્રધાને હિન્દુ જનતાની સામે આનો જવાબ આપવો જોઈએ.
ઈન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, દેશમાં જાતિ ગણતરી થવી કે ન થવી એ બંને નકામી બાબત છે, પરંતુ જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ, પરંતુ તેનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
