ફરી છવાયો મમતાનો જાદુ, BJPની થઇ ટાંઇ-ટાંઇ ફીશ
તૃણમુલ કોંગ્રેસે પુજાલી, મિરિક, રાયગંજ અને દોમકલ નગર નિગમમાં જીત નોંધાવી છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ દાર્જલિંગ, કાલિમપોંગ અને કુરસોંગમાં જીત મેળવી છે.
પશ્ચિમ બંગાળની સાત નગર પાલિકાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે 4 સ્થળોએ મોટી જીત નોંધાવી છે. આ ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અને વામદળોને મોટો ઝાટકો લાગ્યો છે, ભારતીય જનતા પાર્ટીને પણ આ ચૂંટણીમાં કોઇ ફાયદો નથી થયો. સાત નગર પાલિકાની આ ચૂંટણી માટે 14 મેના રોજ મતદાન થયું હતું, જેના પરિણામોની ઘોષણા આજે એટલે કે 17 મેના રોજ થઇ છે.

148માંથી 68 બેઠકો ટીએમસી, 69 જીજેએમ
તૃણમુલ કોંગ્રેસે પુજાલી, મિરિક, રાયગંજ અને દોકમલ નગર પાલિકામાં જીત નોંધાવી છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ દાર્જલિંગ, કાલિમપોંગ અને કુરસોંગમાં જીત નોંધાવી છે. સાત નગર પાલિકાની કુલ 148 બેઠકોમાંથી ગોરખા જનમુક્તિ મોર્ચાએ 69, તૃણમુલ કોંગ્રેસે 68, કોંગ્રેસ અને વામદળોએ 4, ભાજપે 3 અને જન આંદોલન પાર્ટી(જીએપી)એ 2 બેઠકો જીતી છે. એક બેઠક સ્વતંત્ર ઉમેદવારના ખાતામાં ગઇ છે.

મમતા બેનર્જીની જીત
સાત નગર પાલિકાની વાત કરીએ તો તૃણમુલ કોંગ્રેસે 4 નગર પાલિકા પોતાને નામ કરી છે. એમાંથી મુર્શિદાબાદ જિલ્લાની દોમકલ નગર પાલિકામાં 21માંથી 20 બેઠકો પર મમતા બેનર્જીએ જીત નોંધાવી છે, 1 બેઠક કોંગ્રેસ-લેફ્ટના ખાતામાં ગઇ છે. રાયગંજની 27 બેઠકોમાંથી 24 પર ટીએમસીને જીત મળી છે, સીપીઆઇએમ-કોંગ્રેસના ખાતામાં 2 અને ભાજપના ખાતામાં એક બેઠક ગઇ છે. પુજાલીમાં 16 વોર્ડના પરિણામોમાં તૃણમુલ કોંગ્રેસને 12, ભાજપને 2 અને કોંગ્રેસ-લેફ્ટને 1 વોર્ડ પર જીત મળી છે. મિરિકની 9 બેઠકોમાંથી તૃણમુલ કોંગ્રેસે 6 પર જીત મેળવી છે.

ગોરખા જનમુક્તિ મોરચાનું દમદાર પ્રદર્શન
- સાતમાંથી ત્રણ બેઠકો પર ગોરખા જનમુક્તિ મોર્ચા(જીજેએમ)ને જીત મળી છે. દાર્જલિંગ નગર પાલિકાની 32 બેઠકોમાંથી ગોરખા જનમુક્તિ મોર્ચા(જીજેએમ)એ 31 અને ટીએમસી એ 1 બેઠક પર વિજય મેળવ્યો છે.
- કાલિમપોંગની 23 બેઠકોમાંથી જીજેએમ એ 18, તૃણમુલ કોંગ્રેસે 2 અને જેએપી એ 2 બેઠકો જીતી છે. એક બેઠક સ્વતંત્ર ઉમેદવારના હાથમાં ગઇ છે. કુરસોંગમાં જીજેએમ એ 20માંથી 17 બેઠકો પર જીત મેળવી છે, 3 બેઠકો તૃણમુલ કોંગ્રેસના ખાતામાં ગઇ છે.

કુલ 68 ટકા મતદાન
ઉલ્લેખનીય છે કે, 14 મેના રોજ થયેલ મતદાનમાં કુલ 68 ટકા મતદાન થયું હતું. સાતેય પાલિકાઓમાંથી પુજાલીમાં સૌથી વધુ 79.6 ટકા અને દાર્જલિંગમાં સૌથી ઓછું 52 ટકા મતદાન થયું હતું.
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
