ઉત્તર પરગના જિલ્લાના બિધાનગરમાં બે પોલિંગ બૂથ પર ભીડાયા TMC-BJP કાર્યકર્તા, થયો પત્થરમારો

પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના મતદાનમાં પણ હિંસાના સમાચાર છે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના મતદાનમાં પણ હિંસાના સમાચાર છે. માહિતી મુજબ ઉત્તર પરગના જિલ્લાના બિધાનગરમાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે પત્થરમારો થયો છે. આ સીટની બૂથ સંખ્યા 265 અને 272 પર ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે હિંસા થઈ છે. બિધાનગર સીટથી ચૂંટણી લડી રહેલ ટીએમસીના ઉમેદવાર સુજીત બોસે જણાવ્યુ કે શાંતિ નગર વિસ્તારમાં થયેલી હિંસાની આ ઘટનામાં તેમની પાર્ટીના બે કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થયા છે. સુજીત બોસે જણાવ્યુ કે આ ઘટનાની માહિતી પોલિસને આપી દેવામાં આવી છે અને હવે સ્થિતિ સામાન્ય છે. તમને જણાવી દઈએ કે સુજીત બોસ પોલિંગ બૂથની મુલાકાતે ગયા હતા.

west bengal

ભાજપ ઉમેદવારે લગાવ્યો બૂથ કેપ્ચરીંગનો આરોપ

વળી, બિધાનગરથી ભાજપ ઉમેદવાર સબ્યસાચી દત્તાએ આ ઘટના વિશે જણાવ્યુ કે ટીએમસીના સમર્થકો બૂથ કેપ્ચરીંગની કોશિશ કરી રહ્યા હતા જ્યારે તે આ કોશિશમાં નિષ્ફળ ગયા તો તેમણે હિંસા ભડકાવી દીધી. આ દરમિયાન ટીએમસીના સમર્થકોએ 'સબ્યસાચી પાછા જાવ'ની નારેબાજી પણ કરી.

હિંસાની અન્ય વિસ્તારોમાંથી સમાચાર

તમને જણાવી દઈએ કે ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બીજા વિસ્તારોમાંથી પણ હિંસાના સમાચાર છે. માહિતી મુજબ બર્ધમાન ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પણ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કથિત રીતે ભાજપના બે પોલિંગ બૂથ એજન્ટોની પિટાઈ કરી છે. ટીએમસીના કાર્યકર્તાઓ બૂથ નંબર 60, 61, 72 અને 63 પર ભાજપ એજન્ટોની પિટાઈ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે મિનાખાનમાં બૂથ નંબર 114 પર કાચો બૉમ્બ ફેંકવામાં આવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આઈએસએફ કેડરે બૂથ પર કાચા બૉમ્બ ફેંક્યા છે.

બંગાળમાં 45 સીટો પર કરવામાં આવી રહ્યુ છે મતદાન

તમને જણાવી દઈએ કે બિધાનગર સીટ પર કુલ 342 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. અહીં એક કરોડથી વધુ મતદારો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચમાં તબક્કા હેઠળ રાજ્યમાં 45 સીટો માટે મત આપવામાં આવી રહ્યા છે. 11.30 સુધી બંગાળમાં 36 ટકા મતદાન થઈ ચૂક્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X