Weather Updtate: ગુજરાત, એમપી, રાજસ્થાન સહિત દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, આસામમાં પૂરથી વધુ 4 મોત

Weather Updtate: દેશભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. જેના પગલે અલગ-અલગ ભાગોમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આ સપ્તાહે લગભગ બધા રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. આગામી 24 કલાક માટે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત લગભગ 19 રાજ્યોમાં ભારે વરસાદનુ અનુમાન છે.

રાજધાની દિલ્લીમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદનો દોર ચાલુ છે. જો કે, હવામાન વિભાગ મુજબ આજે ભારે વરસાદની સંભાવના ઓછી છે. ઓછા વરસાદના લીધે અહીં તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. પાંચ જુલાઈ સુધી દિલ્લી-એનસીઆરમાં વરસાદની આશા નહિવત છે.

rain

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ, આસામ, પશ્ચિમ-પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ-પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પૂર્વ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટક, કેરળ, ગોવા, સિક્કિમ અને આંદામાન-નિકોબારમાં ભારે વરસાદની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે આસામમાં 4 જિલ્લાઓમાં હજુ પણ 40 હજારથી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે. ગુરુવારે વધુ 4 મોત નીપજ્યા બાદ મરનાની સંખ્યા 11 થઈ ગઈ છે. વળી, હિમાચલ પ્રદેશના શિમલામાં પણ પૂર જેવી સ્થિતિ છે.

ઉત્તરાખંડના ચમોલીમાં ગુરુવારે ભારે વરસાદના કારણે છિનકા પાસે ભૂસ્ખલન થયુ. જેના પરિણામે બદ્રીનાથ તરફ જતો હાઈવે બ્લૉક થઈ ગયો. અહીં પ્રવાસીઓ ફસાયેલા છે. વરસાદને કારણે રાજ્યભરમાં 6 સ્ટેટ હાઈવે સહિત 70 રસ્તાઓ બંધ છે. સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં જૂનાગઢમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ પાણી-પાણી છે. અમુક જગ્યાએ લોકોના ઘરનો સામાન પાણીમાં તણાઈ ગયો છે. રહેણાંક વિસ્તારોમાં ઘણા ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.

નોંધનીય છે કે દેશમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ થયો છે. ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં સામાન્ય કરતાં 40% વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં 45% ઓછો વરસાદ થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X