Weather Updates: તમિલનાડુ સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં પારો ઘટ્યો

બંગાળની ખાડી ઉપર બનેલા નિમ્ન દબાણના ક્ષેત્રના કારણે તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે બંગાળની ખાડી ઉપર બનેલા નિમ્ન દબાણના ક્ષેત્રના કારણે તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુમાં હાલમાં પૂર્વોત્તર ચોમાસુ સક્રિય છે અને તેના કારણે તમિલનાડુમાં 28થી 30 ઓક્ટોબર સુધી ભારે વરસાદના અણસાર છે. વળી, દક્ષિણ કર્ણાટક, કેરળમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. કેરળના જિલ્લાઓમાં ઑરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ભારે વરસાદના અણસાર

ભારે વરસાદના અણસાર

આઈએમડીના જણાવ્યા મુજબ તમિલનાડુના રામનાથપુર, તિરુનેલવેલી, કન્યાકુમારી, થૂથુકડી, મયિલાદુથુરાઈ અને નાગપટ્ટિનમ જિલ્લાઓ અને કરાઈકલમાં 28થી 30 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પુદુક્કોટ્ટઈ, વિરુધુનગર, થેનકાસી, શિવગંગઈ, રામનાથપુરમ, મદુરાઈ, તિરુનેલવેલી, થૂથુકડી અને કન્યાકુમારી જિલ્લાઓમાં 31 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ થવાના અણસાર છે.

ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે

ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે

30-31 ઓક્ટોબર વચ્ચે આંધ્ર પ્રદેશના યનમ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઓરિસ્સામાં 28થી 30 ઓક્ટોબર સુધી હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીના પૂર્વાનુમાન મુજબ ગજપતિ, ગંજમ અને કોરાપુટમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. વળી, દિલ્લીમાં તાપમાન ઘટ્યુ છે. બુધવારે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ જે આ મોસમમાં અત્યાર સુધીનુ સૌથી ઓછુ છે. આની પાછળ પહાડો પર પારો ગગડવાનુ કારણ જણાવાઈ રહ્યુ છે.

હિમાચલ પ્રદેશમાં કાલે થઈ હિમવર્ષા

હિમાચલ પ્રદેશમાં કાલે થઈ હિમવર્ષા

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કાલે હિમવર્ષા થઈ જેના કારણે તાપમાનમાં કમી આવી. આજે દિલ્લીમાં આકાશ સાફ રહેવાની આશા છે. જો કે, દિલ્લી સહિત ઉત્તર ભારતમાં તાપમાન 1 કે 1 નવેમ્બર સુધી 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. જો કે તાપમાન ઘટવાના કારણે દિલ્લીમાં ઠંડીનો અહેસાસ થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X