દેશના 7 રાજ્યોમાં આંધી-વરસાદનુ એલર્ટ, દિલ્લીનુ તાપમાન વધ્યુ, 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે અને અમુક જગ્યાએ વાદળો વરસવાની સંભાવના છે.
નવી દિલ્લીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે અને અમુક જગ્યાએ વાદળો વરસવાની સંભાવના છે. વળી, અમુક જગ્યાએ સૂરજ તપી રહ્યો છે જેના કારણે ગરમી ખૂબ વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે આજથી લઈને આગલા 4 દિવસ સુધી અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદના અણસાર છે. વળી, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં વરસાદ થવાની સંભાવના છે. જો કે કાલે ઘાટીમાં અમુક જગ્યાએ સારો વરસાદ થયો છે જેનાથી હવામાન સારુ થઈ ગયુ છે. જ્યારે રાજસ્થાનના પણ અમુક સ્થળોએ હળવો વરસાદ થયો છે.

દિલ્લીમાં 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે પારો ચડશે. રાજધાની દિલ્લીમાં હવે હવામાન સાફ તો રહેશે પરંતુ તાપમાનમાં વધારો થશે. આઈએમડીના અનુમાન મુજબ દિલ્લીમાં પારો આગલા બે દિવસમાં 35 ડિગ્રી આસપાસ જઈ શકે છે. અહીં દિવસના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમી વધવા સાથે સાથે રાજધાનીમાં પ્રદૂષણ પણ વધી શકે છે માટે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.

ગરમીનો પ્રકોપ જોવા મળશે
જો કે આઈએમડીએ કહ્યુ કે શુક્રવાર-શનિવારે એક વાર ફરીથી રાજધાનીમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. અહીં વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાનુ અનુમાન છે. હવામાન વિભાગે એ પણ કહ્યુ છે કે માત્ર દિલ્લી જ નહિ પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે.

હવામાનમાં ફેરફાર હોળી સુધી ચાલુ રહેશે
જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી માટે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ બંગાળમાં પણ જોરદાર વાદળો વરસી શકે છે માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પણ જોરદાર વરસાદના અણસાર છે. હવામાનમાં આ ફેરફાર હોળી સુધી ચાલુ રહેવાનો છે. જો કે ત્યારબાદ એકદમથી તાપમાનમાં વધારો થશે.

પહેલા કરતા વધુ પડવા લાગી છે ગરમી
કહેવાય છે કે ગરમી વધવાનુ કારણ ગ્લોબલ વૉર્મિંગ છે પરંતુ બીબીસીના સમાચાર અનુસાર માત્ર આ એક જ કારણ નથી દેશમાં તાપમાન વધવાનુ. વાસ્તવમાં આની પાછળ શહેરીકરણનો પણ બહુ મોટો હાથ છે. ઈમારતોના નિર્માણ માટે વૃક્ષોની કાપણી એક બહુ મોટુ કારણ છે. અહીં સુધી કે જમીનનો બદલાતો ઉપયોગ પણ તાપમાન વૃધ્ધિનુ કારણ છે. વૃક્ષો કાપીને શહેર વસાવવાના ચક્કરમાં હરિયાળી ઘટી રહી છે જેના કારણે હવે ગરમી પહેલા કરતા વધુ પડવા લાગી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
