Weather Updates: દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ફરીથી થયુ સક્રિય, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સક્રિય થવાના કારણે દક્ષિણથી લઈને ઉત્તર સુધી ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે.
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સક્રિય થવાના કારણે દક્ષિણથી લઈને ઉત્તર સુધી ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આઈએમડીએ કહ્યુ કે આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, તેલંગાના-આંધ્રપ્રદેશમાં જોરદાર વરસાદ થઈ શકે છે. દિલ્લીમાં આજે પણ વરસાદ થઈ શકે છે.

ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની સંભાવના
આઈએમડીના જણાવ્યા મુજબ ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, વિદર્ભ, છત્તીસગઢ, મરાઠવાડા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી કોંકણ અને ગુજરાતમાં 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, દિલ્લીમાં પહેલેથી જ 4 દિવસ માટે ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્લામાં અત્યાર સુધી 980 મિમી વરસાદ થયો જે સામાન્યથી 50 ટકા વધુ છે.

એલર્ટ જાહેર કરવામાં આવ્યુ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી પંજાબ અને જમ્મુ ક્ષેત્ર અને પૂર્વ રાજસ્થાનમાં અટકી-અટકીને પરંતુ ભારે વરસાદના અણસાર છે અને આના કારણે અહીં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આગામી 2 કલાકમાં અહીં થશે વરસાદ
આવતા 2 કલાક દરમિયાન શામલી, કાંધલા, ખતોલી, દેવબંધ, બિજનૌર, મુઝફ્ફરનગર(યુપી), કરનાલ, કુરુક્ષેત્ર, નરવાના(હરિયાણા)ના ક્ષેત્રોમાં ભારે વરસાદના અણસાર છે અને માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આઈએમડીના જણાવ્યા મુજબ એક ચક્રવાતી પરિસંચરણના કારણે બંગાળની ખાડી પર એક લો પ્રેશર બનેલુ છે જેના કારણે વરસાદ થવાની સંભાવના ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે.

સ્કાઈમેટની આગાહી
સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન ગુજરાત, દિલ્લી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્ર પ્રદેશમાં જોરદાર વરસાદ થઈ શકે છે માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
