Mumbai Weather Update: મુંબઈમાં વરસાદના રેડ એલર્ટને પગલે સ્કૂલ્સ, ટ્રેન્સ અને ફ્લાઈટ્સ બંધ
Mumbai Rain: જુલાઈના પ્રારંભિક વરસાદે પશ્ચિમ મહારાષ્ટ્ર, મુંબઈ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વિનાશ સર્જ્યો છે. સોમવારે ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. શહેરના માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે.
વરસાદને કારણે ઘણી જગ્યાએ શાળાઓ પણ બંધ છે. પાટા અને સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં સોમવારે સવારે 7 વાગ્યા સુધી માત્ર છ કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ભારે વરસાદની આગાહી કરતા મંગળવાર માટે મુંબઈ માટે 'રેડ' એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે લોકલ ટ્રેન સેવાઓ વિલંબ અને રદ થવાની સંભાવના છે.
મુંબઈમાં સોમવારે જુલાઈમાં 24 કલાકમાં પડેલો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં માત્ર 6 કલાકમાં લગભગ 300 મીમી વરસાદ નોંધાયો હતો. મંગળવારે મધરાતથી સવારના 3 વાગ્યા સુધીમાં શહેરમાં 170 મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઈમાં રેડ એલર્ટ સવારે 8:30 વાગ્યા સુધી રહેવાની ધારણા છે.
મધ્ય રેલ્વે સેવાઓને ખોરવાતા હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી. ટ્રેનો પાટા પર અટવાઈ રહી હતી. પાણી ભરાવાને કારણે માત્ર લોકલ ટ્રેન જ નહીં પરંતુ ફ્લાઈટો પણ સ્થગિત કરવામાં આવી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ભારે વરસાદને કારણે સોમવારે મુંબઈમાં લગભગ 50 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
રાજ્ય પ્રશાસને વિદ્યાર્થીઓને અસુવિધા ન થાય તે માટે મુંબઈ અને થાણેમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોને સાવચેતીના પગલા તરીકે થાણે, કુર્લા, ઘાટકોપર, વસઈ, મહાડ (રાયગઢ), ચિપલુન (રત્નાગિરી), કોલ્હાપુર, સાંગલી, સતારા અને સિંધુદુર્ગમાં ખાતે તૈનાત કરવામાં આવી છે.
રાજ્ય પ્રશાસનને જીવ બચાવવા, લોકોને સલામત સ્થળે લઈ જવા અને સતર્ક રહેવા સૂચના આપી છે. BMCએ પરિસ્થિતિ પર નજર રાખવા માટે 5,000 થી વધુ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. વળી, મીઠી નદીના કિનારે ફ્લડ ગેટ બનાવી રહ્યા છે જેથી દરિયાનું પાણી વધુ ભરતી વખતે શહેરમાં પાછું ન આવે. પૂરના પાણીને બહાર કાઢવા માટે સાત સ્થળોએ પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યા છે.
મુંબઈ તરફ જતી લાંબા અંતરની ટ્રેનોને અંબરનાથ, કલ્યાણ અને થાણે ખાતે રોકી દેવામાં આવી હતી, જેના કારણે બે દિવસની રજા પછી રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે મુંબઈ જતા ધારાસભ્યો અટવાઈ પડ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની વિધાનસભા દિવસ માટે સ્થગિત કરતા પહેલા જણાવ્યું હતું કે સિધુદુર્ગમાં 24 કલાકમાં 216.5 મીમી વરસાદ બાદ અમે 374 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
દેશમાં ચોમાસું સક્રિય થયા બાદ અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. ગુજરાત, આસામ અને અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદથી ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજસ્થાનમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડના ઘણા ભાગોમાં અવિરત વરસાદ ચાલુ છે જેના કારણે કુમાઉ પ્રદેશની નદીઓ વહેતી થઈ છે, સેંકડો ગ્રામીણ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને ચંપાવત અને ઉધમ સિંહ નગર જિલ્લાના ઘણા ગામોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. સોમવારે હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓને કારણે વહીવટીતંત્રને હાઇવે સહિત 70 થી વધુ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.
#WATCH | Buses, cars and other vehicles operate on waterlogged roads in Kurla area of Mumbai amid heavy rains in the city pic.twitter.com/uoVEVnD8ZA
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai city; visuals from Marine Drive
— ANI (@ANI) July 8, 2024
IMD issues high tide alert in Mumbai following incessant heavy rainfall. pic.twitter.com/YOyvYLC4yO












Click it and Unblock the Notifications
