Weather: મુંબઈમાં વરસ્યા વાદળ, દક્ષિણ ભારતમાં ભારે વરસાદનુ એલર્ટ, કાશ્મીરમાં ભૂસ્ખલનથી મુગલ રોડ બ્લૉક
મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યુ છે, મુંબઈમાં આજે સવારે ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આજે આખો દિવસ હવામાનની સ્થિતિ યથાવત રહેશે.
નવી દિલ્લીઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યુ છે, મુંબઈમાં આજે સવારે ઘણી જગ્યાએ વરસાદ થયો છે. આજે આખો દિવસ હવામાનની સ્થિતિ યથાવત રહેશે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરી દીધુ હતુ. બીજી તરફ આજે દિલ્હીમાં હળવા વરસાદની સંભાવના છે અને આજે રાજધાનીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ 27 જૂનની આસપાસ દિલ્હીમાં દસ્તક આપી શકે છે.

ભારે વરસાદનો દોર ચાલુ થઈ શકે છે
જ્યારે આજથી ફરી એકવાર દક્ષિણ ભારતમાં ભારે વરસાદ ચાલુ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આગામી 1-3 કલાક દરમિયાન ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, રાનીપેટ, નીલગિરિસ, ઈરોડ, કૃષ્ણાગિરી અને ધર્મપુરી જિલ્લાઓ અને પુડુચેરીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

પંજાબ અને હરિયાણામાં પણ જોરદાર વરસાદના અણસાર
આગામી 2-3 દિવસ દરમિયાન તેલંગાના અને હૈદરાબાદના ઘણા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે કર્ણાટક અને તમિલનાડુમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, યુપી, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે.

મુગલ રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો
જ્યારે કાશ્મીરમાં પણ ગઈકાલથી વરસાદ ચાલુ છે. જેના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેના કારણે મુગલ રોડ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જ્યારે હવામાન માહિતી એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, મુંબઈ, દક્ષિણ ગુજરાત, પૂર્વ રાજસ્થાનના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
|
ભારે વરસાદની સંભાવના
જ્યારે પૂર્વોત્તર ભારત, તમિલનાડુ, લક્ષદ્વીપનો બાકીનો ભાગ, છત્તીસગઢનો બાકીનો ભાગ, આંતરિક ઓડિશા, બાકીનો મધ્ય પ્રદેશ, ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, તેલંગાના, ભારે વરસાદ આંતરિક કર્ણાટક અને આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની સંભાવના છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
