Monsoon Updates: દેશના આ રાજ્યોમાં થશે વધુ વરસાદ, કેરળ-અંદમાનમાં એલર્ટ, જાણો IMDએ શું કહ્યુ?
Monsoon Updates: દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ અત્યાર સુધીમાં કેરળમાં પહોંચી જવુ જોઈએ પરંતુ તે થયુ નથી. હવામાન વિભાગનુ કહેવુ છે કે આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જશે અને એટલા માટે અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને કેરળમાં પ્રી-મોનસુનની અપેક્ષા છે, જેના માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે દર વર્ષે ચોમાસુ 1 જૂને કેરળ પહોંચતુ હતુ અને આ વખતે તે 4 જૂન સુધીમાં પહોંચવાની આશા હતી પરંતુ હવે અહીં એક સપ્તાહ મોડુ પહોંચશે. હવામાન વિભાગનુ કહેવુ છે કે ચોમાસાએ વેગ પકડ્યો છે અને પશ્ચિમી પવનો પણ વધ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાની પ્રગતિ માટે જે પણ પરિસ્થિતિઓ જરૂરી છે, તે અનુકૂળ છે, તેથી ચોમાસું ત્રણ-ચાર દિવસમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપશે. આ વખતે ચોમાસમાં વિલંબ થયો છે અને તેના પર અલ નીનોની અસર પણ દેખાઈ રહી છે પરંતુ તેમ છતાં તે સામાન્ય રહેશે.
જો કે જૂનમાં વરસાદની અસમાન પેટર્ન રહેશે, જેના કારણે કેટલીક જગ્યાએ વધુ વરસાદ પડશે અને કેટલીક જગ્યાએ ઓછો વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ હવામાન વિભાગે કહ્યું હતું કે જૂનમાં ચોમાસાનો વરસાદ 96થી 104 ટકા રહેશે અને ચોમાસું ધીરે ધીરે વેગ પકડશે અને સામાન્ય ગતિએ આગળ વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ, અંદમાન, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રમાં આજે વરસાદની સંભાવના છે, જ્યારે ખાનગી હવામાન માહિતી એજન્સી સ્કાયમેટે કહ્યુ છે કે કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. આજે જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, જેના કારણે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, યુપીમાં હવામાન સૂકુ રહેશે અને એમપી-રાજસ્થાનમાં વાવાઝોડાની સંભાવના છે. હિમાચલ, કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવનાના પગલે એલર્ટ આપવામાં આવ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
