Weather Updates: કાળઝાળ ગરમીથી લોકો પરેશાન, આગ ઝરતો માર્ચ પરંતુ આ રાજ્યોમાં પડશે વરસાદ

હાલમાં સમગ્ર ઉત્તર ભારત સમય પહેલા આવેલી ગરમીની માર સહન કરી રહ્યુ છે ત્યારે દેશના ઘણા રાજ્યોમાં પારો હવે ઝડપથી વધવાનો છે. જાણો હવામાન અપડેટ

નવી દિલ્લીઃ હાલમાં સમગ્ર ઉત્તર ભારત સમય પહેલા આવેલી ગરમીની માર સહન કરી રહ્યુ છે ત્યારે દેશના ઘણા રાજ્યોમાં પારો હવે ઝડપથી વધવાનો છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવનારા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી. હાલમાં હવામાનની વર્તમાન સ્થિતિ સામાન્ય નથી જેના કારણે લોકોને માર્ચમાં જ મે-જૂનવાળી ગરમી સહન કરવી પડી રહી છે.

ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ

ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ

તમને જણાવી દઈએ કે જ્યાં એક તરફ અંદમાન-નિકોબારમાં સાયક્લોનની સ્થિતિ છે ત્યાં બીજી તરફ દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ બનેલી છે. આઈએમડીએ આજે અંદમાન-નિકોબાર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, ઉના, બિલાસપુર, હમીરપુર અને કાંગડામાં તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે.

હીટવેવની સંભાવના

હીટવેવની સંભાવના

વળી, પશ્ચિમી રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવે મહત્તમ અને લઘુત્તમ તાપમાન તેજીથી વધશે. દિલ્લીમાં સોમવારની સવારે લઘુત્તમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી વધુ 20.5 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યુ હતુ.

દિલ્લીમાં વધશે પારો

દિલ્લીમાં વધશે પારો

આજે રાજધાની દિલ્લીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. 27 માર્ચ સુધી તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની આશા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X