Weather Updates: હિમાચલમાં હિમવર્ષા, તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના, રેડ એલર્ટ, સ્કૂલો-કૉલેજો બંધ
તમિલનાડુમાં હાલમાં ચોમાસુ સક્રિય છે. અહીં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
Weather Updates: તમિલનાડુમાં હાલમાં ચોમાસુ સક્રિય છે. અહીં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગે આજથી લઈને 13 નવેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, ચેન્નઈ સહિત ઘણા જિલ્લાઓમાં સ્કૂલો-કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.

ભારે વરસાદની સંભાવના
તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં પણ તમિલનાડુમાં ભારે વરસાદ થયો હતો. ચેન્નાઈમાં 72 વર્ષમાં ત્રીજી વખત આવો વરસાદ પડ્યો હતો. તમિલનાડુમાં પણ ભારે વરસાદના કારણે ત્રણ લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આજે પણ ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચાંગલપેટ, વેલુર, રાનીપેટ, તિરુપત્તુર અને તિરુવન્નામલાઈમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે શ્રીલંકા તટ નજીક નીચા દબાણવાળા વિસ્તારની રચનાને કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદ પડી શકે છે.

દેશના બીજા ભાગોમાં પણ વરસાદની સંભાવના
દિલ્લીમાં પણ આજે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ, લદ્દાખ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને તેની અસર મેદાની વિસ્તારો પર પણ પડશે. જેના કારણે ઠંડીમાં વધારો થશે. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પહેલેથી જ બરફ પડી રહ્યો છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એકંદરે આજથી ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર થવાનો છે.

આપવામાં આવ્યુ છે એલર્ટ
ખાનગી કંપની સ્કાયમેટે પણ કહ્યુ છે કે આજથી આગામી ત્રણ દિવસ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે પહાડો પર બરફ પડી શકે છે અને તેથી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10થી 12 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાનગી કંપની સ્કાયમેટે કહ્યુ છે કે આગામી 24 કલાકમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
