Weather: દેશના ઘણા રાજ્યોમાં વરસશે વાદળા, જાણો ચોમાસુ ક્યારે પહોંચશે દિલ્લી?
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જાણો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ.
નવી દિલ્લીઃ દિલ્લી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ દિલ્લીમાં આજથી હવામાનમાં ઝડપી ફેરફાર જોવા મળશે. IMD મુજબ દિલ્હીમાં ચોમાસાની શરૂઆત 30 જૂનની આસપાસ થવાની સંભાવના છે અને તે પહેલા અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જેના કારણે દિલ્હીમાં વાદળછાયુ આકાશ રહેશે અને લોકોને વરસાદનો આનંદ માણવા મળશે.

દિલ્લીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે
વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે પરંતુ આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે કહ્યુ છે કે મંગળવારથી દિલ્હીમાં વરસાદનો સિલસિલો ચાલુ થશે.

પંજાબ અને હરિયાણામાં પણ હળવો વરસાદ થઈ શકે
માત્ર દિલ્હી જ નહીં યુપી, બિહાર, રાજસ્થાન, હિમાચલ અને ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પણ અહીં એલર્ટ જાહેર કર્યું છે. તો પંજાબ અને હરિયાણામાં પણ હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતના અમુક ભાગોમાં થઈ શકે છે ભારે વરસાદ
બીજી તરફ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કોસ્ટલ કર્ણાટક, કોંકણ, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. તેલંગાના, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

જોરદાર વરસાદ થવાની સંભાવના
બીજી તરફ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તમિલનાડુ, તેલંગાના, તટીય આંધ્રપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
