Weather Updates: દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 7 ઓગસ્ટ સુધી એલર્ટ
વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજથી ભારે વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે.
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં વરસાદના અભાવે લોકો હજુ પણ પરેશાન છે. જો કે હવામાન વિભાગનુ કહેવુ છે કે તેમની પરેશાનીઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે કારણ કે વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજથી ભારે વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે. તેણે આજથી અહીં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. 29 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ જાહેર કર્યુ છે.

ભારે વરસાદનુ અનુમાન
IMDએ આજથી 31 જુલાઈ સુધી દિલ્લી તેમજ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે બીજી તરફ દિલ્લીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.

ભારે વરસાદની ચેતવણી
ઉત્તરાખંડમાં આજે પણ યલો એલર્ટ યથાવત છે. ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ, પૌરી ગઢવાલ, હરિદ્વાર અને દેહરાદૂનમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદ થઈ શકે છે. તો હિમાચલ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હળવાથી ભારે વરસાદનુ અનુમાન
આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આશંકા છે અને તેના માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત-રાજસ્થાનમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પર્વતો પર પણ વરસાદની અપેક્ષા છે, ત્યારે હિમાચલમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યું છે કે કાશ્મીરમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઓરિસ્સામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્રમાં હળવો વરસાદ. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
