Weather Updates: દિલ્લીમાં આજે પણ પડશે વરસાદ, ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ, ઉડુપીમાં સ્કૂલો બંધ
અત્યારે દેશભરમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વરસાદ થઈ રહ્યો છે.
નવી દિલ્લીઃ અત્યારે દેશભરમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMDએ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યુ છે. જ્યારે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ યથાવત છે.

ઉડુપીમાં સ્કૂલો બંધ, દિલ્લીમાં પણ ભારે વરસાદની સંભાવના
કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અહીં ઉડુપીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને તેના કારણે આજે આંગણવાડી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રવાસીઓ અને માછીમારોને પણ દરિયાકિનારા પર પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
ઉત્તરાખંડના હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, પૌરી, નૈનીતાલ અને અલમોડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. ઓરિસ્સાના ઘણા ભાગોમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેથી 24 જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' અને આઠ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યુ છે.

મુંબઈ વરસાદથી ત્રસ્ત, રેડ એલર્ટ જાહેર
મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. માયાનગરીના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે. અંધેરી, બાંદ્રા જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યારે હવામાન વિભાગે આજે પણ અહીં ઓરેન્જ એલર્ટ જારી કરીને કહ્યુ છે કે 10 જુલાઈ સુધી હવામાન આવુ જ રહેવાનુ છે. રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ 9 જુલાઈ સુધી રેડ એલર્ટ પર છે. જ્યારે પાલઘર, પુણે, કોલ્હાપુર અને સાતારામાં 8 જુલાઈ સુધી રેડ એલર્ટ છે. જ્યારે થાણેમાં 10 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ છે. IMDનુ કહેવુ છે કે મુંબઈ સહિત ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી રેડ એલર્ટ જાહેર છે.

અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે
જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા, મહારાષ્ટ્ર, દક્ષિણપૂર્વ રાજસ્થાન, કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓરિસ્સાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
