Weather Update: આગામી 2 કલાકમાં દિલ્લી - યુપીમાં આવશે વરસાદ, આ રાજ્યોમાં પણ અપાયુ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગામી બે કલાકમાં દિલ્લી, હરિયાણાના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગામી બે કલાકમાં દિલ્લી, હરિયાણાના સોનીપત, ખેકડા. બડૌત, અનૂપશહર, અતરૌલી, અમરોહા, રામપુર, સંભલ, બિલ્લારી, ચંદૌસી, બહજોઈ, રુડકી, બિજનોક, નઝીબાબાદની આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ થઈ શકે છે માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે રવિવારે પણ દિલ્લી, એનસીઆરમાં વાદળો વરસ્યા હતા જેના કારણે દિલ્લીના ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા.

આગામી 2 કલાકમાં દિલ્લી, યુપી, હરિયાણામાં વરસશે વાદળો
હવામાન વિભાગે આ પહેલા યુપી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આવતા 5 દિવસો સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. તેણે આ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. વળી, કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આવતા 24 કલાક દરમિયાન અહીં થશે વરસાદ
આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, બિહાર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, અંદમાન-નિકોબાર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ થઈ શકે છે. વળી, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ગુજરાત, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે.

સ્કાઈમેટે પણ આપી ચેતવણી
હવામાન વિભાગની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, રાયલસીમા, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં વરસાદ થઈ શકે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
